
માળિયામાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને રાજસ્થાનથી ઝડપી લેવાયો
માળિયા પોલીસ મથકમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ રાજસ્થાન હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને માળિયા પોલીસને સોપ્યો છે
રાજ્યમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ડ્રાઈવનું આયોજન કર્યું હોય જે અંતર્ગત જીલ્લા એસપીની સુચનાથી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા પંથકમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ રતનલાલ ગોમાંરામ ચૌધરી (ઉ.વ.૨૫) રહે રાજસ્થાન વાળો પંચપદરા બાયપાસ પાસે હોવાની માહિતીને પગલે એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે સ્થળ પરથી આરોપીને દબોચી લીધો છે તો ઝડપાયેલ આરોપી સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પણ અગાઉ ગુન્હો નોંધાઈ ચુક્યાનું ખુલ્યું છે
જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, રસિકભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીભાઈ કૈલા, વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, જયેશભાઈ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, ભરતભાઈ મિયાત્રા, નીરવભાઈ મકવાણા, અશોકસિંહ ચુડાસમા સહિતની ટીમ જોડાયેલ હતી





