Billboard ad 1150*250

મોરબીમાં પશુ પ્રત્યે ઘાતકીપણાના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ ઝડપાયો

0 317
Post ad 1

        મોરબીમાં પશુ પ્રત્યે ઘાતકીપણાના ગુન્હામાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

        મોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પશુ પ્રત્યે ઘાતકીપણાના ગુન્હામાં આરોપી અજય ભવાનભાઈ ચૌહાણ (ઉ.વ.૩૦) રહે ઢુવા સરકારી દવાખાના પાસે વાંકાનેર વાળાને નવા ઢુવા ગામેથી ઝડપી લઈને મોરબી સીટી એ ડીવીઝન પોલીસને આગળની કાર્યવાહી અર્થે સોપવામાં આવ્યો છે આરોપી ચાર માસથી નાસતો ફરતો હોય જેને ઝડપી લેવામાં સફળતા મળી છે

        આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા,  ટીમના હીરાભાઈ ચાવડા, પોલાભાઈ ખાંભરા, ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, જયેશભાઈ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા સહિતની ટીમ જોડાયેલ હતી  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat