જામનગર : હળવદના પોલીસ કર્મચારીએ વચેટિયા મારફત માંગી હતી ૪૦ હજારની લાંચ, બંને ઝડપાયા

હળવદના પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા ૪૦ હજારની લાંચની માંગ કરવામાં આવી હોય જે અંગે એસીબીમાં ફરિયાદ કરતા એસીબી ટીમે છટકું ગોઠવીને જામનગર ખાતેથી પોલીસ કર્મચારી અને વચેટિયાને રંગેહાથ ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જે બનાવની મળતી માહિતી મુજબ ફરિયાદીનું હળવદ પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હામાં નામ નહિ ખોલવાના અવેજમાં આરોપી પોલીસ કર્મચારીએ રૂ ૭૦ હજારની લાંચ માંગી હતી અને રકઝકના અંતે રૂ ૪૦ હજાર આપવાનું નક્કી કર્યું હતું જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય જેથી એસીબી ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી જામનગર એસીબી ખાતે ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદના પગલે એસીબીના મદદનીશ નિયામક એ પી જાડેજાના સુપરવિઝનમાં જામનગર એસીબી પીઆઈ એ ડી પરમારની ટીમે છટકું ગોઠવ્યું હતું


જેમાં જામનગર આઈટીઆઈ નજીક લાંચની રકમ આપવાનું નક્કી કરાયું હોય જેથી આરોપી પ્રવીણ જસમત ચંદ્રાલા હેડ કોન્સ્ટેબલ હળવદ પોલીસ સ્ટેશન વાળાએ ૪૦ હજારની લાંચ આરોપી ભરત ઉર્ફે ચોટલી હર્ષદ ચૌહાણ રહે ગોકુલનગર જામનગર વાળાને જામનગર ખાતે જ આપી દેવાનું કહ્યું હતું અને એસીબી જામનગર ટીમે છટકું ગોઠવતા વચેટિયા ભરત ઉર્ફે ચોટલી હર્ષદ ચૌહાણને લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપી લઈને ૪૦ હજારની રકમ રીકવર કરી હતી તો મુખ્ય આરોપી હળવદના પોલીસ કર્મચારીને પણ હળવદ ખાતેથી ઝડપી લેવાયાની માહિતી પ્રાપ્ત થઇ છે

Comments
Loading...
WhatsApp chat