Billboard ad 1150*250

હીન્દુસ્થાન નિર્માણ દળના કચ્છ લોકસભાના ઉમેદવારે જલારામ મંદિરે શીશ ઝુકાવ્યું

0 83
Post ad 1

પ્રવિણભાઈ ચાવડાએ જલારામ મંદીરે પૂ. બાપાના ચરણોમા શિશ ઝુકાવ્યું 

હીન્દુત્વની રક્ષા કાજે પોતાના જીવનના ૩૦ વર્ષ અર્પણ કરનાર તેમજ પોતાની ડોક્ટર તરીકેની કારકીર્દી હીન્દુત્વની સેવામા સમર્પિત કરનાર ડો. પ્રવિણભાઈ તોગડીયાએ હીન્દુત્વ મુદે મોદી સરકારની  રામમંદીર નિર્માણ, કાશ્મીરમા કલમ ૩૭૦ ની નાબુદી, કાશ્મીરી પંડીતોનુ પૂનર્વસન, ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવવા, ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવી સહીત ના હીન્દુત્વના મુદે નિષ્ફળતાઓના કારણે હીન્દુત્વની રક્ષા કાજે દંભી વ્યક્તિત્વ ધરાવતા લોકો સાથે છેડો ફાડી આંતરરાષ્ટ્રીય હીન્દુ પરિષદની સ્થાપના કરી.

Post ad 2

તે ઉપરાંત હીન્દુ તેમજ હીન્દુત્વના રક્ષણ માટે પ્રવર્તમાન લોકસભાની ચુંટણીમા હીન્દુસ્થાન નિર્માણ દળ નામના પક્ષની રચના કરી પ્રખર હીન્દુત્વવાદી વિચારધારા ધરાવનાર ને પક્ષની ટીકીટ ફાળવવામા આવેલ, ત્યારે રામનવમીના પાવન પર્વ નિમિતે કચ્છ જીલ્લાના ઉમેદવાર પ્રવિણ ભાઈ ચાવડા, પ્રદેશ અધ્યક્ષ શશીકાંતભાઈ પટેલ, નિર્મળસિંહ ખુમાણ તથા આંતરરાષ્ટ્રીય હીન્દુ પરિષદના અધ્યક્ષ દીનેશભાઈ રામાવત સહીતનાઓએ મોરબી જલારામ મંદીર ખાતે પૂ. જલારામ બાપાના ચરણોમા શિશ ઝુકાવ્યું હતું તથા જલારામ મંદીર ખાતે યોજાયેલ રામ જન્મોત્સવ મા ઉપસ્થિત રહ્યા હતા.

      આ તકે મોરબી જલારામ મંદીરના ભારતીબેન રાચ્છ, ભારતીબેન ચતવાણી, જે.આઈ. પુજારા, જે.ડી. કોટક, કમલેશભાઈ ભોજાણી, પ્રવિણભાઈ દરજી, મનસુખભાઈ પીઠડીયા, દીનેશ સોલંકી સહીતનાઓએ અભિવાદન કર્યુ હતુ…

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat