Billboard ad 1150*250

કોલગેસ પ્રતિબંધ બાદ મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસ કંપની તરફથી મોટી રાહત

0 118
Above Post Content

ગેસ કંપની સાથે માસિક કરાર રહેશે ચાલુ

        મોરબીના સિરામિક ઉધોગમાં વપરાતા કોલગેસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગી જતા સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હોય અને એકમાત્ર નેચરલ ગેસનો વિકલ્પ બાકી હોય જેથી ગેસ કંપની તરફથી રાહત મળે તેવા ઉદેશ્ય સાથે આજે સિરામિક એસો પ્રમુખ સહિતનાઓએ નાયબ મુખ્યમંત્રી સાથે કરેલી રજૂઆત ફળી છે અને ગેસ કંપની તરફથી રાહત આપવાની નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે

Middle Post Content

        મોરબી સિરામિક એસોના પ્રમુખો સહિતના આગેવાનો આજે ગાંધીનગર દોડી ગયા હતા જ્યાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી અને કોલગેસ પ્રતિબંધથી ઉદ્યોગની મુશ્કેલીથી વાકેફ કર્યા હતા સાથે જ ગેસ કંપની તરફથી રાહત મળે તેવી માંગ કરી હતી જેને પગલે નાયબ મુખ્યમંત્રીએ સિરામિક ઉધોગના હિતમાં નિર્ણય લીધો છે અને માસિક કરાર પદ્ધતિ ચાલુ રાખવામાં આવશે તેમ જણાવતા સિરામિક ઉદ્યોગને હાલ મોટી રાહત મળી છે

        અગાઉ ગુજરાત ગેસ કંપની સાથે ત્રિમાસિક કરાર થતા હતા જોકે છએક માસ પૂર્વે માસિક કરાર પદ્ધતિ પ્રાયોગિક ધોરણે શરુ કરી હતી જેની મુદત માર્ચના અંતમાં પૂર્ણ થતી હોય જેથી માસિક કરાર ચાલુ રહે તેવી ઉદ્યોગની માંગ સ્વીકારવામાં આવી છે ગેસ કંપની દ્વારા કરારબદ્ધ કંપનીઓને સસ્તા દરે ગેસ મળે છે અને બજારભાવ કરતા રાહત મળે છે જોકે ત્રિમાસિક કે વાર્ષિક કરારને બદલે માસિક કરારથી સિરામિક ઉદ્યોગને રાહત મળે તેમ હોય જે માંગ સ્વીકારી લેવાઈ છે અને સિરામિક ઉદ્યોગને મુશ્કેલીના સમયમાં મોટી રાહત મળી છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat