Billboard ad 1150*250

વાંકાનેરના દેવાબાપાની જગ્યા પાસે ફાયરીંગની સમગ્ર ઘટના વિષે જાણો, વિડીયો ન્યુઝ…

0 184
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

જમીન કબ્જા બાબતના ડખ્ખામાં થયું ફાયરીંગ

        વાંકાનેરના દેવાબાપાની જગ્યા પાસે જમીન કબ્જા બાબતના મનદુઃખ બાબતે ૧૦ થી વધુના ટોળાએ આધેડ પર હુમલો કર્યો હતો અને ફાયરીંગ કરી ઈજા પહોંચાડી હોય જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ ચલાવી છે

Post ad 3

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલાના રાજપરાના રહેવાસી ધનજીભાઈ હમીરભાઈ કોળી (ઉ.વ.૪૦) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ચારેક વર્ષ [પહેલા વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામના ધનજીભાઈ રણછોડભાઈ નાકીયા પાસેથી ચોટીલા હાઈવે પર દેવાબાપાની જગ્યાની બાજુમાં આવેલ કુલ ૯ વીઘા જમીન રૂ ૬૦ લાખમાં લીધી હતી જેમાં ૫૦ ટકા પેમેન્ટ કર્યું હતું અને ૫૦ ટકા પેમેન્ટ આપવાનું હોય જે જમીનનો કબજો દેવાબાપાના મહંત વીરજી ભગત પાસે હતો અને પૈસાની જરૂરત હોવાથી ૯ વીઘામાંથી એક એકર જમીન રાજકોટના પ્રવીણ ઉર્ફે લાલભાઈ રાવળને રૂ ૬૦ લાખમાં વેચેલ

અને તા. ૦૬-૦૧-૨૦૨૦ ના રોજ  સાટાખત કરી આપેલ અને પ્રવીણ ઉર્ફે લાલભાઈ સાથે વાત થતા તા. ૧૧ ના રોજ પ્રવીણ ઉર્ફે લાલો અને મહિપતસિંહ જાડેજા જેઓને જમીન વેચેલ તે વીરજી ભગતને મળેલ અને જમીન કબજો સોપવા બાબતે મહિપતસિંહ તથા પ્રવીણ ઉર્ફે લાલએ કહેલ હતું અને વીરજી ભગતે જણાવેલ કે વાંધો નહિ મતે માપણી કરી જમીન લઇ લેજો ત્યારબાદ ત્યાંથી ગયા હતા અને તા. ૧૬ ના રોજ જમીન માપણી કરવાનું નક્કી કરેલ હતું અને પ્રવીણ ઉર્ફે લાલાએ જણાવેલ કે જો કોઈ માથાકૂટ થાય તો આપણે પણ તૈયારી રાખવી પડશે ત્યારબાદ વાંકાનેરના સરફરાજભાઈને જરીફ લઇ આવવા જણાવ્યું હતું અને નક્કી થયા મુજબ સવારે નવેક વાગ્યે મને પ્રવીણનો ફોન આવ્યો કે અગિયાર વાગ્યે આવી જશે જેથી વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ગીરીરાજ હોટલે ઉભા રહેવું તેવી વાત થયેલ અને ફરિયાદી સ્વીફ્ટ કાર નં જીજે ૦૩ એલજી ૦૪૨૫ લઈને ગીરીરાજ હોટેલ ગયેલ જ્યાં વાંકાનેરનો સરફરાજ તેની ગાડીમાં જરીફ લઇ આવેલ અને એક કાળા કલરની વરના કાર નં જીજે ૦૩ એલજી ૧૧ માં પ્રવીણ ઉર્ફે લાલો રાવળદેવ રહે રાજકોટ અને તેની સાથે બીજા ત્રણ-ચાર માણસો આવેલ બાદમાં એક કાળા કલરની સ્કોર્પીઓ નં જીજે ૩ જેસી ૩૩૧૩ માં ત્રણ ચાર વ્યક્તિ આવેલ અને એક જીપમાં ત્રણ ચાર વ્યક્તિ જેમાં એક પ્રવીણ ઉર્ફે લાલાએ મને માંલાવેલ અને કહેલ કે આ મહિપતસિંહ જાડેજાના ભાઈ જયદેવસિંહ જાડેજા છે તેવામાં સેન્ટ્રો કાર આવેલ થાનગઢના ભલાભાઈ, અને બે ત્રણ ત્રીજા માણસો આવેલ ને જમીન માપણી માટે ગયા જ્યાં ફરિયાદી અને પ્રવીણ ઉર્ફે લાલ અને જયદેવસિંહ જાડેજા તથા ભલાભાઈએ વીરજી ભગતને મળવા ગયેલ જ્યાં વીરજી ભગતે કહ્યું જોજો આની માલિકી કબજો અમારી પાસે છે તમે જતા રહો નહીતર ભારે પડશે કહેતા પ્રવીણ અને જયદેવસિંહે કહ્યું હતું કે વાંધો નહિ અમે પણ તૈયારી સાથે જ આવ્યા છીએ અને

બાદમાં જમીનના કબ્જા બાબતે મનદુઃખ રાખી ફરિયાદી જમીન માપણી કરવા આવતા આરોપી વીરજી ભગતના કહેવાથી આરોપી દલસુખ વીરજી રહે દેવાબાપા જગ્યા, નારણભાઈ રહે પાચવડા અને સાતથી આઠ અજાણ્યા ઇસમોએ જીવલેણ હુમલો કરી ફાયરીંગ કરી ઈજા કરી હતી તેમજ પગમાં ફેકચર જેવી ઈજા કરી ગાડીમાં ધોકા અને પાઈપ વડે તોડફોડ કરી નુકશાન કર્યું છે પોલીસે ત્રણ આરોપીના નામ જોગ સહીત કુલ ૧૦ થી વધુ સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે જેમાં વધુમાં મળતી વિગત મુજબ ૨ રાઉન્ડ ફાયરિગ થયું છે જેમાં ઈજા પામનાર યુવાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat