Billboard ad 1150*250

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ચાલો પરીક્ષા માણી લઈએ સેમીનાર યોજાયો

0 45
Post ad 1

        મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ઉત્સાહવર્ધક પ્રયોગ અંતર્ગત શાળામાં ચાલો પરીક્ષા માણી લઈએ સેમીનાર યોજાયો હતો 

ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ નજીક છે ત્યારે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે મિશન માર્ચ 2020 ચાલો પરીક્ષા માણી  લઈએ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાર્થક વિદ્યામંદિર ના અત્યાર સુધીના ધો.૧૦ અને ૧૨ ના બોર્ડની પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમના હસ્તે  દીપ પ્રજ્વલન કરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ઉપસ્થિત સફળ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ કહ્યા હતા.

Post ad 3

ત્યારબાદ શાળા સંચાલક કિશોરભાઈ શુક્લએ ppt દ્વારા પરીક્ષા માટે તૈયારી તેમજ  સફળતા માટેના મુદા આવરી લેતું વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓની મૂંઝવણ દુર કરી હતી અંતે પ્રશ્નોતરી દ્વારા વિદ્યાર્થીઓએ પોતાને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન મેળવ્યું હતું.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat