Billboard ad 1150*250

પડધરી તાલુકાના દેપાળિયાના વતનીનો પત્ર, કોમવાદી નેતા લલિત કગથરાથી બચો…

0 155
Above Post Content

લલિત કગથરા ને વોટ ન આપવા કરી અપીલ

પડધરી તાલુકાના દેપાળિયાના વતની જાગો નાગરિક જાગો કરી ને એક પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે કોમવાદી લેતા લલિત કગથરા થી બચો. જે પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Middle Post Content

દેપાળિયા ના વતની આશિષ ચૌહાણે લખ્યું છે કે, ‘ હું આપ રાજકોટ જિલ્લાના બધા નાગરિકોને સાવચેત કરવા માગું છું કે કોંગ્રેસ કહે છે કે ગરીબી હટાવો પણ કોંગ્રેસ પાર્ટી માં દાગ લગાડવા વાળો નેતા આવી ગયો છે. લલિત કગથરા ગરીબી હટાવવા ના બદલે ગરીબોને જ હટાવે છે. દેવળિયા ગામ માં રહેતા તમામ ગરીબો ભરવાડ દલિત તેમજ અન્ય ગરીબોને ગામમાં વસવાટ કરવા દેવામાં નથી આવતા. ખાસ કરીને દલિત સમાજ તથા ભરવાડ સમાજ તેમને ગામના દુકાનેથી જ ચીજવસ્તુઓ નથી મળતી અને જે દુકાનદાર કોઈપણ વસ્તુ આપે તો દુકાનદાર પાસેથી રૂપિયા 500નો દંડ વસૂલવામાં આવતો હતો. ગામમાં એક દલિત અને ભરવાડ કે જેને સરકાર દ્વારા પ્લોટ આપવામાં આવેલ છે જ્યાં તેઓ વસવાટ કરી રહ્યા છે. એના પર આ લોકો એ કેસ કરી દીધો છે. ગામમાં જ્યાં ગરીબ ઘર છે ત્યાં પીવાના પાણીના કનેક્શન નથી. જો એક ગરીબ લોકો જાતે કનેક્શન લે તો તેને ધાક ધમકી આપી અને પોલીસ કેસ કરીને પુરવાર કરી દે છે. ગામમાં હરિજન ને 1972માં 100 વાર પ્લોટ મળ્યો હતો તે પ્લોટ લલિત કગથરા ના સગા ભાઈ મગનભાઈ કગથરા એ હરિજન પાસેથી ધાક-ધમકી આપીને પડાવી કબજે કરી લીધો હતો. તેનું કહેવું છે કે ગામમાં પટેલ ની જ્ઞાતિ સિવાય કોઈ હોવું જોઈએ નહીં. જેથી તે ગામમાં કોમવાદી અત્યાચાર કરે છે જેમના લીડર છે લલિત કગથરા.

 આ સાથે જ આશિષભાઈ કહ્યું કે હું એમ નથી કહેવા માગતો કે કોંગ્રેસને વોટ ન આપો પણ લલિત કગથરા જેવા કોમવાદી નેતા ને તો નો જ આપવો જોઈએ. જો કોઈને વિશ્વાસ ન આવે તો એકવાર દિપડીયા ગામની મુલાકાત લો અને જુઓ કેવી રીતે લલિત કગથરા ગરીબો ઉપર અત્યાચાર કરે છે.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat