
પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસમાંથી વેટ નાબુદ કરવાની માંગ સાથે સીએમને પત્ર
સંસ્થા અગ્રણીએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી
જીવનજરૂરી ચીજવસ્તુઓની યાદીમાં આવતા પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આ જીવનજરૂરી ચીજવસ્તુઓમાંથી વેટ નાબુદ કરવાની માંગ સાથે સંસ્થાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાંતિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે પેટ્રોલ, ડીઝલ તેમજ ગેસના ભાવો કુદકે ને ભૂસકે વધી રહ્યા છે.પેટ્રોલે સેન્ચુરી મારી છે. ત્યારે ગરીબ તેમજ સામાન્ય લોકોને પોતાના ઘરનું બજેટ બગડી રહ્યું છે. લોકોને મોઘવારીનો અસહ્ય માર પડી રહ્યો છે ત્યારે પ્રજાની સુખાકારી અને પ્રજા સારું જીવન જીવી સકે તે માટે પેટ્રોલ,ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાંથી વેટ નાબુદ કરવામાં આવે તો ભાવ પર નિયંત્રણ આવી સકે છે અને પ્રજાને રાહત મળી સકે છે જેથી આ અંગે યોગ્ય વિચારણા કરી રાજ્યના નાગરિકોને રાહત આપવા માંગ કરવામાં આવી છે



