Billboard ad 1150*250

લોકડાઉન ઇફેકટ : યંગ ઇન્ડિયા ગ્રુપ જરૂરિયાત મંદોને રાશન કીટ પહોચાડશે

0 204
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો            

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી સહિત દેશભરમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ દરમિયાન રોજે રોજનું કમાઈને ખાતા જરૂરિયાતમંદ લોકોને કોઈ પરેશાની ન પડે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ સેવાયજ્ઞ ચલાવવાનું છે. જેમાં જરૂયાતમંદ પરિવારોના ઘરે જઈને યંગ ઇન્ડિયા ગ્રુપના સ્વયમ સેવક રાશનની કીટ આપી જશે. આ સાથે એકલા રહેતા જરૂરિયાતમંદ લોકો, હોસ્પિટલમાં દાખલ રહેલા દર્દી કે સગા વ્હાલા તેમજ આરોગ્યકર્મી કે સરકારી કર્મચારી માટે જમવાના પાર્સલ પણ વ્યવસ્થા પણ કરવામાં આવશે.

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકડાઉનની સ્થિતિમાં સેવા યંગ શરૂ કરવામાં આવનાર છે. જે અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે સરકાર દ્વારા 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન મોરબીમાં જે ગરીબ લોકો રોજે રોજનું કમાઈને ખાતા હશે તેઓને ભૂખ્યા સૂવું ન પડે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે રાશનકીટનું વિતરણ કરવામાં આવશે. આ રાશનકીટમાં લોટ, ડુંગળી, બટેટા, કઠોળ, તેલ, મસાલા સહિતની ચીજ વસ્તુઓ હશે. જેનાથી અંદાજે એક અઠવાડિયા સુધીનું જમવાનું બનાવી શકાશે. આ રાશનકીટનું વિતરણ આગામી તા.26થી શરૂ કરવામાં આવનાર છે. તો મોરબીની જનતાને જાહેર અપીલ છે કે જો તમારી આજુબાજુ અથવા જાણમાં કોઈ પણ જરૂરિયાતમંદ પરિવાર હોય જેને લોકડાઉનની પરિસ્થિતિમાં મુશ્કેલી પડશે તેવું તમને લાગતું હોય તો તુરંત યંગ ઈન્ડિયા ગ્રુપનો સંપર્ક કરવો. કોઈ ગરીબ કે જરૂરિયામંદ પરિવાર પોતે પણ જાતે યંગ ઇન્ડિયા ગ્રુપનો સંપર્ક કરી શકે છે.

આ ઉપરાંત એકલવાયું જીવન જીવતા જરૂરિયાતમંદ લોકો, હોસ્પિટલમાં દાખલ દર્દી કે તેના સગા વ્હાલા અથવા આરોગ્ય કર્મચારી કે કોઈ પણ સરકારી કર્મચારી જે જાહેર સેવા સાથે જોડાયેલ હોય તેઓ માટે નિશુલ્ક જમવાના પાર્સલની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. તેઓએ યંગ ઇન્ડિયા ગ્રુપનો સંપર્ક સાધવાનો રહેશે. આ બંને સેવાનો લાભ લેવા યંગ ઇન્ડિયા ગ્રુપના મો.નં. 9824587875 અથવા 9137944440 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

મોરબીમાં વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડો જેથી લોકડાઉનની સ્થિતિમાં કોઈ પરિવાર ભૂખ્યો ન રહે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat