Billboard ad 1150*250

લોકસભા ચુંટણી : મોરબીમાં આચાર સંહિતાની જડબેસલાડ અમલવારી, જાણો વધુ…

0 60
Above Post Content

વોલ રાઈટીંગ, બેનરો હટાવાયા, વાહનો પરત લેવાયા

        દેશના ચુંટણીપંચ દ્વારા રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ૧૭ મી લોકસભા માટે ચુંટણીની તારીખોની જાહેરાત કરી છે અને ચુંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ પડી છે જેની મોરબીમાં અમલવારી પણ શરુ થઇ ચુકી છે જેમાં બેનરો અને પોસ્ટરો હટાવવાની કામગીરી સોમવારે દિવસભર ચાલી હતી

        લોકસભા ચુંટણીની આચારસંહિતા લાગુ થવાને પગલે મોરબીનું તંત્ર આજથી જ કામે લાગ્યું હતું અને દીવાલ રાઈટીંગ, પોસ્ટર અને બેનરો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં જાહેર સ્થળો પર મોરબી વિધાનસભા ક્ષેત્રમાં ૧૭૪ વોલ રાઈટીંગ, ૭૦૧ બેનર, ૧૩૩ બેનર્સ અને ૮૯૮ અન્ય પ્રતિબંધિત સહીત કુલ ૧૯૦૬ માંથી ૧૧૨૭ ચીજ હટાવી લેવાઈ છે તો ટંકારા વિધાનસભા ક્ષેત્રમાં ૬૮ વોલ રાઈટીંગ, ૧૨૭ પોસ્ટર્સ અને ૯૧ બેનર સહીત ૧૦૦૩ માંથી ૭૭૩ બેનર અને પોસ્ટર હટાવી લેવાયા છે જયારે વાંકાનેર વિધાનસભા ક્ષેત્રમાં ૬૮ વોલ રાઈટીંગ, ૧૫૩ પોસ્ટર્સ, ૨૬ બેનર્સ સહીત ૪૧૦ માંથી તમામ ૪૧૦ પોસ્ટર અને બેનર તેમજ લખાણો હટાવી લેવામાં આવ્યા છે અને કુલ ૩૩૧૯ માંથી ૨૩૧૦ પોસ્ટર અને બેનર હટાવી લઈને પ્રથમ દિવસે જ ૬૯.૫૯ ત ક કામગીરી નોંધાઈ છે

Middle Post Content

        તે ઉપરાંત ખાનગી મિલકતોમાં ત્રણેય વિધાનસભા ક્ષેત્રમાં રહેલ કુલ ૯૦ વોલ રાઈટીંગ, ૨૯૭ પોસ્ટર્સ અને ૧૪૦ બેનર સહીત કુલ ૯૨૧ માંથી ૪૯૦ લખાણ અને બેનરો હટાવી લઈને ૫૩ ટકા કામગીરી આટોપી લેવાઈ છે

વાહનો પરત લેવાની કરી શરૂઆત

        લોકસભા ચુંટણીની આચારસંહિતાને પગલે પદાધિકારીઓને મળેલા સરકારી વાહનો પરત લેવાની કામગીરી શરુ થઇ છે જેમાં આજે મોરબી નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખે વાહનો પરત સોપી દીધા છે તો જીલ્લા પંચાયત પ્રમુખ સહિતના અન્ય પદાધિકારીના વાહનો પરત લેવાની કવાયત તંત્રએ આદરી છે  

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat