Billboard ad 1150*250

લોકસભા ચુંટણી : આવતીકાલે સી.એમ. રૂપાણી હળવદમાં સભા ગજવશે

0 43
Above Post Content

હળવદ ધાંગધ્રા ૬૪ વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર અર્થે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધી બાગ ખાતે સભાને સંબોધન કરશે સુરેન્દ્રનગર જિલ્લાની હાઈ ટોપરગણાતીબેઠક હળવદ ધાંગધ્રા૬૪ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રતિષ્ઠા ભર્યો જંગ ખરાખરીનો મુકાબલો છે ત્યારે આ બેઠક પર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધી બાગ ખાતે સભાને સંબોધન કરશે આ બાબતે હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલના જણાવ્યા મુજબ ગુરૂવાર તારીખ 11.4.2019 ના રોજ બપોરે 3:00 વાગ્યે ગાંધી બાગ ખાતે સભા નુ આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી સહીત ભાજપના દિગ્ગજ નેતાઓ સભાને સંબોધન કરશે મુખ્યમંત્રી હળવદ આવી રહ્યા હોવાની વાત સ્પષ્ટ થતા પોલીસ તંત્ર દ્વારા પણ

Middle Post Content

સભામાં લોખંડી બંદોબસ્ત ગોઠવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને શહેર ભાજપ પાસે પણ સભાને લઇ ને ઓછો સમય હોવાથી કાર્યક્રમ નક્કી થયા બાદ શહેરના ભાજપના હોદ્દેદારો માં દોડધામમચી ગઈ છે હળવદ ધાંગધ્રા વિધાનસભા પ્રતિષ્ઠાભરી બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ સાબરીયા ની સામે પાટીદાર દિગ્ગજ નેતા દિનેશ પટેલ ચૂંટણી જંગ ખેલી રહયા છે, આ બંને વચ્ચે ખરાખરીનો ચૂંટણી ખેલ થઇ રહ્યો છે વિજયભાઈ રૂપાણી સભાને સંબોધન કરશે,ભાજપના અન્ય આગેવાનો ઉપસ્થિત રહેસે, કાર્યક્રમની આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે,

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat