માળિયામાં અન્ન સલામતી કાયદા માટેની સર્વે કામગીરીમાં મામલતદાર કચેરીની ઢીલી નીતિ

મામલતદાર તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ

0 17
Above Post Content

માળિયા મિયાણા મામલતદાર કચેરી દ્વારા NFSA ની પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવામાં આવતો નથી અને રેશનકાર્ડધારક ગરીબ પરિવારો મહીનાઓથી અન્ન વિહોણા થયા છે અને ગરીબ પરિવારોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે

Middle Post Content

માળિયા મિયાણા મામલતદાર તથા અન્ય સંબંધિત અધિકારીઓની આળસના કારણે ગરીબ પરિવાર અન્નથી વંચિત રહી જવા પામ્યા છે જ્યારથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 નો નવો કાયદો લાગુ પડયો તેમા અગ્રતા ધરાવતા ગરીબ પરિવારોના સર્વે કરીને યાદી તૈયાર કરવા માટે જણાવામાં આવેલ પરંતુ માળિયા મામલતદાર નિનામાને ગરીબ પરિવારો માં રસ જ નથી એવું લાગી રહ્યું છે, જ્યારે ઉદ્યોગપતિયો અને માલેતુજારો તેના કામો ઝડપથી કરાવી જતા હોય છે તેવા ગંભીર આક્ષેપો કરીને માળિયા નગરપાલિકાના કાઉન્સીલર અને માળિયા ભાજપ મહામંત્રી આમીન એ ભટ્ટી દ્વારા જણાવાયું છે કે માળિયા મામલતદાર કચેરીમાં ગરીબ પરિવારો દ્વારા વારંવાર અરજીઓ કરવા માટે સતત ઓફિસોના ધક્કા ખાવા અને આખો દિવસ ઓફિસોમાં સમય વિતાવવા મજબુર બન્યા છે તેમ છતાંય નિરાશ થઈને સાંજે ઘરે પાછા ફરવું પડે છે,

કાયદો લાગુ થતા સરકારના પરિપત્ર મુજબ એક ટીમની રચના કરવામાં આવેલ હતી તેમાં મામલતદાર, નગર પાલિકા ચીફ ઓફિસર, અને પુરવઠા નાયબ મામાલતદારનો સમાવેશ કરવામાં આવેલ છે પરંતુ આ ત્રણેય અધિકારીઓ પોતાની જવાબદારીઓથી હાથ ઊંચા કરતા જોવા મળ્યા હતા, જેના પરીણામ ગરીબ પરિવારો ને ભોગવવુ પડ્યું હતુ, જે બાબતને ધ્યાન માં રાખીને તારીખ 10/12/2018 ને સોમવાર ના દિવસે બપોરે ૧૨ કલાકે મામલતદાર માળિયા મિયાણાને આવેદન પત્ર આપવામાં આવશે તેમ પણ અંતમાં જણાવ્યું છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat