Billboard ad 1150*250

મોરબીના જૈન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી

0 38
Above Post Content

 સાંજે 9 વાગ્યે પરમાત્મા ભક્તિ કાર્યક્રમનું આયોજન

Middle Post Content

આગામી 17 તારીખે રિલીફ નગર જૈન દેરાસર મધ્ય ભગવાન મહાવીર સ્વામીની છત્રછાયામાં મહાવીર જન્મ કલ્યાણક ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમા પ્રભુજીને ભવ્ય અંગ રચના સાથે 9:00 પરમાત્મા ભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

જે બાદ મધ રાત્રે 12:00 કલાકે પરમાત્માના જન્મોત્સવની સંગીત સાથે ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન ભાવેશભાઈ એન. દોશી કલાપૂર્ણ ભક્તિ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોરબીના ધર્મપ્રેમી શ્રાવક-શ્રાવિકાઓ તથા સકલ શ્રી સંઘને પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat