Billboard ad 1150*250

માંડવી-જામનગર એસટી બસમાં મુસાફરી કરવી પડી મોંધી, મુસાફરો હાઈવે પર કલાકો રઝળ્યા

0 95
Post ad 1

માંડવી-રાજકોટ-જામનગર એસટી બસમાં માંડવીથી પેસેન્જર લઈને નીકળતા તેમાં મુસાફરી કરી રહેલ મોરબી,રાજકોટ તેમજ જામનગર જવા માટે નીકળેલા મુસાફરો છેલ્લી છ કલાક થી કચ્છ હાઇવે એસટી બસ બંધ થઇ જતા પરેશાન થયા હતા.તો  બંધ થયેલ એસટીની જગ્યાએ બીજી કોઈ બસની વ્યવસ્થા કરવામાં ન આવતા મુસાફરો કલાકો સુધી હાઈવે પર રઝળી પડ્યા હતા

Post ad 2

કચ્છ જિલ્લામાં થી રાજકોટ, જામનગર અને મોરબી તરફ જવા માટે રાત્રે છેલ્લી ઉપડતી માંડવી જામનગર બસમાં ઘણા મુસાફરો પોતાની મંઝિલ સુધી જવા માટે મુસાફરી કરી રહ્યા હતા. આ બસ આશરે રાત્રે પોણા વાગ્યાના અરસામાં સામખયારી પુલ પાસે પહોંચી ત્યારે કોઈ કારણોસર આ બસ બંધ થઈ ગઈ હતી જેથી મુસાફરો દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને તેની જાણ કરવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ ભુજ – ભચાઉ અને માંડવી આ ત્રણેય જગ્યાના ડેપો મેનેજરના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો પણ ફોન બંધ આવતા હોવાથી મુસાફરો તેની સાથે વાત કરી શક્યા ન હતા અને જ્યારે એસ.ટી.ના કસ્ટમરકેર નંબર ઉપર વાત કરી ત્યારે ત્યાંથી પણ તેઓને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી કરીને છેલ્લી છ કલાકથી મુસાફરો સામખયારી પુલ પાસે એસટી બસને રાહ જોઈને બેઠા હતા

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat