Billboard ad 1150*250

ટંકારામાં લોકડાઉનનો સદુપયોગ, શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓની મહેનતથી દોશી વિધાલયનું રીનોવેશન

0 767

કોરોના કહેરથી ધબકતા જનજીવન પર અસર પહોંચી હતી.અને પ્રભાવિત બન્યુ હતુ. આ દરમિયાન રાજયની તમામ શાળાઓ લાંબો સમય બંધ રહી સુની થઈ પડી હતી.ત્યારે ટંકારાની દોશી વિધાલયના શિક્ષકોઍ ૩૦૦ દિવસ બંધ રહેલ શિક્ષણકાયઁનો સદઉપયોગ કરી પોતાને આજીવિકા આપતા સરસ્વતિધામ સમી શાળાના મકાનની મરામત કરી કાયાપલટ કરવામા તન તોડયુ હતુ. જોકે, શિક્ષકોની મહેનત જોઈને ઉદાર દિલના ટૃસ્ટિઓ અને દિલાવર ઉધોગપતિ સહિતનાઓનુ આથિઁક યોગદાન મળ્યુ હતુ.
વિશ્ર્વભરમા કોહરામ મચાવનારા કોરોનાથી રાજયના ધબકતા જનજીવન પર ભારે અસર પહોંચી હતી.અને જેમા,લગભગ સતત ત્રણસો દિવસ સુધી શિક્ષણકાયઁ બંધ રહેતા રાજયની તમામ શાળાઓ સુનકાર થઈ પડી હતી. ત્યારે ટંકારા શહેરના મુખ્ય પ઼વેશદ્વાર પાસે આવેલી મગનલાલ પી.દોશી વિધાલયના શિક્ષકોઍ કોરોના વેકેશનના મુશ્કેલ સમયમા હકારાત્મક સોચથી ૧૯૬૪ મા નિમાઁણ થયેલ શાળાના મકાનને મરામત કરી કાયાપલટ કરવાનુ નક્કી કયુઁ અને ભલે શિક્ષણકાયઁ બંધ હોય દરરોજ શાળાઍ આવી નિયમીત આવી શ્રમ યજ્ઞ શરૂ કયૉઁ હતો.અને કાયાપલટ માટે સૌપ઼થમ શાળાના શિક્ષક ઍમ.કે.દવેનુ તન અને મન તો અગાઉથી જોડાયેલ હતુ.ધન રૂપી યોગદાન જોડી દઈ સરસ્વતી મંદિરનુ મરામત કામ શરૂ કરતા શાળા પ઼ત્યેના શિક્ષકોના લગાવથી પ઼ભાવિત થઈ ટૃસ્ટિ મંડળે મુખ્ય પ઼વેશદ્વાર અને કમ્પાઉન્ડ વોલ તેમજ ટૃસ્ટિ ડી.વી.મહેતા ઉપરાંત ઉધોગપતિ હિતેષ ગાંધી, નિરવ બોડા સહિતનાઍ આથિઁક મદદ કરતા શાળાના કલેવર બદલાય ગયા હતા.લોકડાઉન બાદ સતત ત્રણસો દિવસ છાત્રોના કોલાહલ વગર સુનકાર બનેલી શાળાની કાયાપલટમા સતત જાત ઘસનારા શાળાના આચાયઁ વી.ઍ.ખાંભલા ઉપરાંત જે.ડી. દુબરીયા, ડી.જી.સવસાણી, શાળાના સેવક નિલેશ જૈન સાથે પોતાના ગામની શાળા નવા રૂપરંગ લઈ રહી હોવાથી શહેરના જૈનધમઁના સેવાભાવી હસમુખભાઈ જૈને ભારે જહેમત ઉઠાવી જીણઁ થતી ૫૬ વષઁ જુની શાળાની કાયાપલટ કરી ફરી ઍક વખત ભૂલકાઓને ભણવાનુ મન થાય ઍવુ ખરા અથઁનુ જ્ઞાન પિરસતુ શિક્ષણધામ બનાવ્યુ હતુ.

બોકસ
વતનના ભૂલકાઓને કેળવણી માટે શાળા બનાવી.
મૂળ ટંકારાના હાલ મુંબઈ વસતા કેળવણીના હિમાયતી સમાજ શ્રેષ્ઠી સ્વ.મગનલાલ પી.દોશીઍ ૧૯૬૪ મા પોતાના પ઼ાથમિક શાળા પોતાના ઘર મા શરૂ કરાવી હતી. બાદમા, મગનલાલે વતનના સુખી સંપન્ન દાતાઓની મદદથી ૧૧/૬/૧૯૬૭ શાળાનુ મકાન બનાવી તે વખતના શિક્ષણમંત્રી ગોરધનદાસ ચોખાવાલાના હસ્તે ઍજયુકેશન સંસ્થા ધબકતી કરી હાલ ધો.૧ થી ધો.૧૨ સુધીનો અભ્યાસક઼મ ચાલે છે.

બોકસ
પિતાનો સેવા વારસો પુત્રોઍ જાળવી રાખ્યો.
મગનલાલ દોશી પરીવારના વતન પે઼મની મહેંક હજુ વતનમા અવિરત મહેંકતી રહે છે. પિતાઍ શરૂ કરેલ વિધાલયમા તેમના સ્વગઁવાસી પુત્ર હિરાલાલે ૨૦૦૨ મા શાળામા કમ્પ્યુટર હોલ બંધાવી ૩૦ કમ્પ્યુટર ભેટ આપ્યા હતા.હાલ પૌત્ર વિજયભાઈ સેવા મહેકાવે છે.

બોકસ
ઍજયુકેશન સોસાયટીનો પ઼ારંભ આ લોકોને આભારી
આજથી પોણા છ દાયકા પૂવૅઁ ટંકારામા ભણવા માટે ખાસ સુવિધા નહોતી ત્યારે પોતાના ગામના બાળકોને સ્થાનિકે સુવિધા સાથે ઍજયુકેશન મળે ઍ માટે દોશી વિધાલયનો પ઼ારંભ કરાવનારા મગનલાલ પી.દોશી, કેશુભાઈ દેવચંદ મહેતા, ફુલશંકર ઠાકર, ગોપાલદાસ હિરજી વેદ, વિઠ્ઠલદાસ બી. ઠક્કર, અનંતરાય ડાયાલાલ મહેતા, હિરાલાલ હેમચંદ મહેતા, કાનજીભાઈ ચકુભાઈ ભમ્મર સહિતના ટંકારાના મોભીઓ કાયમ વતન હીત ની ચિંતા કરનારા હતા.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat