માળિયા પોલીસે સ્વીફ્ટ કારમાં દારૂની હેરાફેરી કરતા શખ્શને ઝડપ્યો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

કાર અને દારૂ સહીત ૧.૮૫ લાખની મત્તા કબજે

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ માળિયા પીએસઆઈ જે ડી ઝાલાની ટીમના દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ ઝાલા, તેજપાલસિંહ ઝાલા અને રમેશભાઈ રાઠોડ સહિતની ટીમ વાહનચેકિંગ કામગીરીમાં હોય દરમિયાન બાતમીને આધારે નવજીવન હોટલ પાસે કાજરડા ગામ જવાના રસ્તા પાસેથી સ્વીફ્ટ કાર નં જીજે ૧૨ સીજી ૩૧૧૮ ને આંતરી ચેક કરતા કારમાંથી ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૧૯૭ કીમત રૂ ૫૯,૧૦૦ મળી આવત દારૂનો જથ્થો તેમજ મોબાઈલ અને સ્વીફ્ટ કાર સહીત કુલ ૧,૮૫,૧૦૦ ના મુદામાલ સાથે કારસવાર અજમલ હજારી ભાટી રહે પાવડાસણ તા. થરાદ જી બનાસકાંઠા વાળાને ઝડી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat