Billboard ad 1150*250

માળીયા પોલીસે ચોરીના ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમોને ઝડપ્યા

0 758
Post ad 1

આરોપી પાસેથી પાંચ હાજર અને મોબાઈલ જપ્ત

        માળીયા પંથકમાં ચોરીના ગુન્હાની પોલીસ તપાસ પોલીસ ચલાવતી હોય જેમાં સફળતા મળી છે બે ઇસમોને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ અને એક મોબાઈલ કબજે લીધો છે   

        માળીયા પોલીસ ટીમ ચોરીના ગુન્હાને ઉકેલવા કાર્યરત હોય દરમિયાન શંકાસ્પદ મોટર સાયકલ જીજે ૧૨ બીએલ ૦૭૪૪ ની પોકેટ કોપથી ખરાઈ કરતા અક્રમ ઈસ્માઈલ ચાવડા રહે ગાંધીધામ અને ગણી ઈસ્માઈલ ચાવડા રહે ગાંધીધામ વાળાએ ચોરીની કબુલાત આપી હતી અને ચોરીમાં ગયેલ ૫૦૦૦ રોકડા અને એક મોબાઈલ કીમત રૂ ૪૦૦૦ નો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે તેમજ ચોરીના ગુન્હામાં ઉપયોગમાં લીધેલ નંબર વગરનું મોટરસાયકલ કબજે લીધું છે

        આ કામગીરીમાં માળીયા પીએસઆઈ આર બી ટાપરીયા, ચેતનભાઈ કડવાતર, જયસુખભાઈ વસીયાણી, વિજયદાન ગઢવી, વસંતરાય વઘેરા, શૈલેશભાઈ હણ સહિતની ટીમ જોડાયેલ હતી 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat