Billboard ad 1150*250

માળિયા : ચા ની કેબીને બેઠેલ આધેડને લોખંડના પાઈપથી માર માર્યો

0 68
Post ad 1

માળિયા તાલુકાના મોટા દહીસરાં ગામે ભત્રીજા સાથે થયેલ ઝધડાનો બબાતે આધેડને એક સખ્શે ગાળો આપી લોખંડના પાઈપ થી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે.

Post ad 2

માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા દિનેશભાઈ મુળુભાઈ બાલાસરાના ભત્રીજા પાલદીપભાઈ ભાનુભાઈ બાલાસરાને ગત તા.૩ ના રાત્રીના આઠ સાડા આંઠ વાગ્યાના અરસામાં આરોપી લાલજીભાઈ ચંદુભાઈ લોખીલ સાથે કોઈ કારણોસર ઝધડો થયેલ હતો જે બનાવની જાણ દિનેશભાઈને આધારે બે કલાક બાદ થતા રાત્રીના બારેક વાગ્યે દિનેશભાઈ મોટા દહીસરા ગામના પેટ્રોલપંપ પાસે ધોકો લઇ આટો મારવા ગયેલ ત્યારે આરોપી સાથે આશરે આઠેક માણસો ત્યાં આટા મારતા હોઈ

જેથી દિનેશભાઈ ત્યાંથી તુરંત જ નીકળી જઈને રાત્રે ઘરે આવી સુઈ ગયેલ અબે બીજા દિવસે સાંજના પાંચેક વાગ્યાના સુમારે દિનેશભાઈ ચંદુભાઈ કોળીની ચાની કેબીને બેઠેલ હતા ત્યારે આરોપી લાલજીભાઈ ચંદુભાઈ લોખીલે અચાનક આવીને ઝધડો કરી ભૂંડા બોલી ગાળો આપી દિનેશભાઈએ ગાળો આપવાની નાં પાડતા આરોપી લાલજીભાઈએ ઉશ્કેરાઈ જઈને તેના હાથમાં રહેલ લોખંડના પાઈપથી માર મારી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દિનેશભાઈએ માળિયા પોલીસ મથકમાં નોંધાવી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat