
ટંકારાના ગજડી ગામની સીમમાં રમતી વેળાએ ૫ વર્ષનું બાળક કુવામાં પડી જતા ફાયર ટીમે શોધખોળ ચલાવી હતી જોકે બાળકનો મૃતદેહ જ તરવૈયાઓની ટીમને હાથ લાગ્યો હતો
ટંકારાના ગજડી-કોયલી ગામની સીમમાં દામજીભાઈ મોહનભાઈ પનારાની વાડીના કુવામાં ૫ વર્ષનું બાળક શનિવારે સાંજે પડી જતા ફાયર ટીમ દોડી ગઈ હતી જોકે રાત્રી ઘેરાતા સુધી કોઈ પત્તો લાગ્યો ના હતો તો રવિવારે સવારથી ફરી રેક્સ્યું ઓપરેશન ચલાવ્યું હતું અને બપોર સુધી મથામણ કર્યા બાદ મૃતદેહ હાથ લાગ્યો હતો
મૃતક બાળક લલિત દિલીપ ડામરા (ઉ.વ.૦૫) હોવાનું જાણવા મળ્યું હતું ૨ બહેન અને ૪ ભાઈ કુવા પાસે રમતા હોય ત્યારે બાળક અકસ્માતે પડી ગયું હતું જે રેસ્ક્યુ ટીમમાં ફાયર વિભાગના પ્રીતેશ નગવાડિયા, દિનેશભાઈ, વસંતભાઈ, સલીમભાઈ અને પેથાભાઈ સહિતની ટીમ જોડાયેલ હતી બનાવને પગલે ટંકારા પોલીસને ફિરોજ પઠાણ દોડી ગયા હતા અને બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે





