
મોરબી જીલ્લામાં યોજાયેલ ચુંટણીની મંગળવારે મત ગણતરી યોજાનાર છે ત્યારે પરિણામો બાદ કરાતી ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તેવા હેતુથી બી ડીવીઝન પોલીસ મથકે મીટીંગ યોજવામાં આવી હતી
મોરબી બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢિયાના અધ્યક્ષસ્થાને પોલીસ મથકે મીટીંગ યોજાઈ હતી જેમાં બી ડીવીઝન વિસ્તારમાં આવતી સ્થાનિક સ્વરાજ્ય બેઠકોના ઉમેદવારો ઉપસ્થિતિ રહ્યા હતા જે મીટીંગમાં પરિણામ બાદ શાંતિથી સરઘસ યોજાય અને કોઈ પણ ઘર્ષણ ના થાય તેમજ અનિચ્છણીય બનાવ ના બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી



