Billboard ad 1150*250

મોરબી જિલ્લામાં ૨૧મી જુન-વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે બેઠક યોજાઇ

0 61
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મુખ્ય કાર્યક્રમ એલ.ઈ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે

Post ad 2

            મોરબી જિલ્લામાં આગામી તા.૨૧મી જુન વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે જિલ્લા કલેકટર  આર.જે.માકડીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાયેલ હતી.

જિલ્લા કલેકટર માકડીયાએ જણાવ્યું હતુ કે આગામી તા.૨૧મી જુનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે જિલ્લાના અધિકારીઓને તાકિદ કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાની ઉજવણી એલ.ઈ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવાની હોવાથી સામુહિક યોગ માટે ઉપસ્થિત થનાર લોકો માટે પાણીની વ્યવસ્થા, મેડીકલ ટીમ તેમજ દિવ્યાંગ બાળકોને લાવવા-લઈ જવાની વ્યવસ્થામાં ક્યાંય કચાશ ન રહે તે જોવા અધિકારીઓને જણાવ્યું હતું.

વિશ્વયોગ દીનની ઉજવણી અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લાકક્ષાએ મુખ્ય કાર્યક્રમ સહિત અન્ય પાંચ કેન્દ્રો, તાલુકાકક્ષાએ બે તેમજ નગરપાલીકાના બે કેન્દ્રો ખાતે યોગ કેન્દ્રનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ અન્વયે ધાર્મિક સંસ્થાઓ, લાયન્સ કલબ, રોટરી કલબ, ડૉક્ટર્સ એસોશીએશન, વકિલ મંડળો, ટીચર્સ એસોસીએશનનો સંપર્ક કરી વધુમાં વધુ લોકો જોડાય તેવા પ્રયત્નો કરવા ઉપસ્થિત અધિકારીઓને જણાવવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૪ જુનથી ૨૦ જુન સુધી વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતા યોગાભ્યાસમાં જોડાઈ શકે તે માટે તાલીમ સ્થળો નક્કિ કરવામાં આવશે તેમ કલેકટરે જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, અધિક નિવાસી કલેકટર કેતન જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.ડી. જાડેજા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.                              

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat