Billboard ad 1150*250

પીએમ મોદીના જન્મદિવસ નિમિતે જીલ્લા ભાજપ દ્વારા મેગા મેડીકલ કેમ્પ યોજાશે

0 76
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબી જીલ્લા ભાજ્પ પરિવાર દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અનુસંધાને સેવા સપ્તાહનું આયોજન કરેલ છે જેમાં સપ્તાહ દરમિયાન વિવિધ સ્થળો પર મેડીકલ કેમ્પ યોજાશે જે સેવા સપ્તાહ અંતર્ગત તા. ૧૫ ને રવિવારના રોજ જીલ્લા ભાજપ પરિવાર મોરબી દ્વારા મેગા મેડીકલ કેમ્પ યોજાશે 

Post ad 2

        મોરબી જીલ્લા ભાજપ પરિવાર દ્વારા આયોજિત મેગા મેડીકલ કેમ્પ તા. ૧૫ ને રવિવારના રોજ સવારે ૯ થી બપોરે ૧૨ સુધી એ કે પટેલ હોલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબી ખાતે યોજાશે જે કેમ્પમાં ફીઝિશ્યન ડો.વિજય ગઢીયા, ઓર્થોપેડિક સર્જન ડો.વિનોદ કૈલા, સર્જન ડો. મયુર જાદવાણી, આંક-નાક-ગળાના સ્પેશિયાલિસ્ટ ડો. અલ્પેશ ફેફર, બાળ રોગ નિષ્ણાંત ડો.નયન પટેલ, સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.અર્પણાબેન પટેલ, ચામડીના રોગના નિષ્ણાંત ડો.વિજય કાનાણી, દાંતરોગના નિષ્ણાંત ડો.ઉત્સવ દવે, ડો. આશિષ ત્રિવેદી, ડો.ચેતન અધારા અને ડો. દિલીપ ભટ્ટ સેવા આપશે. આ મેગા કેમ્પમાં દર્દીઓને વિનામુલ્યે દવા આપવામાં આવશે અને યોગ્ય સારવાર આપવામાં આવશે જેથી મેગા મેડીકલ કેમ્પનો લાભ લેવા જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ અનુરોધ કર્યો છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat