હળવદ : એડમીશનના બહાને સહજાનંદ ગુરૂકુળના સંચાલક સહિત ત્રણ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ

0 40
Above Post Content

એડમિશન આપવાને બહાને  યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ, 

        હળવદ તાલુકાના ચરાડવા ગામના સહજાનંદગુરૂકુળના શાસ્ત્રી સહિતના ત્રણ શખ્સોએ યુવતીને એડમિશન આપવાને બહાને ૨૦૧૬ થી અવારનવાર દુષ્કર્મ આચરતા આ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે 

Middle Post Content

ચકચારી બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામની રહેવાસી યુવતીને સહજાનંદ ગુરુકુળમાં એડમિશનના ગુરુકુલના સંચાલક શાસ્ત્રી લલીતભાઈ મકનભાઈ પટેલ, રહે. ચરાડવા, અલ્કેશભાઇ મણિલાલ પટેલ રહે ચરાડવા અને એક અજાણ્યો માણસે ચરાડવા ગામે આવેલ સહજાનંદ ગુરુકુળમાં માર્ચ ૨૦૧૬થી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદ નોંધાવી છે ગુરુકુળના સંચાલકો દ્વારા ફરિયાદીને ગુરુકુલમાં એડમિશન લેવા ગયેલ તે વખતે ફરિયાદીની મરજી વિરુદ્ધ આરોપીઓએ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને અજાણ્યા માણસે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પણ ભોગ બનનાર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે હળવદ પોલીસે યુવતીની ફરિયાદના આધારે આઈપીસી કલમ ૩૭૬, ૫૦૬,૧૧૪ મુજબ ગુન્હો નોંધી ત્રણેય આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે હળવદ પંથકના ગામમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે  Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat