Billboard ad 1150*250

ટંકારાના મિતાણા ગામે જુના મનદુઃખનો ખાર રાખી બઘડાટી, ચારથી વધુ ઈજાગ્રસ્ત

0 105
Post ad 1

ટંકારાના મીતાણા ગામે દાડાનો પ્રસંગ હોય જ્યાં જમણવાર દરમિયાન બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને છુટા હાથની મારામારીમાં ચારથી વ્કાધુને ઈજા થઇ છે અને પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે 

બનાવની મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામે રહેતા નાગજીભાઈ ભગુભાઈ ખટારીયાના પિતા ભગુભાઈના દાડો હોય અને ભરવાડ સમાજનો જમણવાર ચાલતો હતો ત્યારે રાહુલભાઈ ડાભી હોવાથી જમવા બેસેલ સગીરને જુનું મનદુઃખ હોય અને તારા હાથનું ખાવું નથી કહેતા સાંજના સમયે મેલડી માતાજી મંદિર નજીક બંને પક્ષ ભેગા થતા બોલાચાલી થઇ હતી અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી થવા પામી હતી જેમાં રૈયાભાઈ હિન્દુભાઈ ડાભીએ ટંકારા પોલીસ મથકમાં ઝાલાભાઇ સૌઢાભાઈ બાંભવા,ગોકળભાઈ વેલજીભાઈ બાંભવા, કાબાભાઇ ભગુભાઈ બાંભવા, વિક્રમભાઈ રાણાભાઇ બાંભવા, ગૌતમભાઈ રતાભાઈ બાંભવા, લધુભાઈ સિંધાભાઈ બાંભવા અને રમેશભાઈ ભગુભાઈ બાંભવા સામે ફરિયાદ નોંધાવી છે જયારે સામાપક્ષે વિક્રમભાઈ રાણાભાઇ બાંભવાએ ઇન્દુભાઇ સિંધાભાઈ, રણછોડભાઈ ઇન્દુભાઇ, રૈયાભાઈ ઇન્દુભાઇ, ચનાભાઈ ઓગણભાઈ અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે 

બે જૂથ વચ્ચે થયેલ મારામારીમાં ચારથી વધુને ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે જયારે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે તેમજ ગામમાં બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat