Billboard ad 1150*250

મોરબી વજેપરમાં વેટરનરી પોલીકલીનીકનું કામ શરુ કરાવવા ધારાસભ્યના અથાગ પ્રયત્નો

0 71
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના વજેપર વિસ્તારમાં આધુનિક સાધન સુવિધાથી સુસજ્જ વેટરનરી પોલીકલીનીક બનાવવા માટે વખતો વખતની રજૂઆત બાદ જમીન ફાળવણી તેમજ બજેટ જોગવાઈ સાથે વહીવટી મંજુરી મળી છે ત્યારે ધારાસભ્ય કામ તાત્કાલિક શરુ થાય તે માટે સતત ફોલોઅપ લઇ રહ્યા છે

Post ad 3

        મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વેટરનરી પોલીકલીનીક કામ વિના વિલંબે ચાલુ થાય તે માટે પશુપાલન નિયામક તેમજ માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરના સંકલનમાં નકશા અંદાજો તૈયાર કરીને સત્વરે મંજુરી મળે તે માટે ફોલોઅપ કામગીરી કરી છે અને ટૂંક સમયમાં મોરબીના ખેડૂતોને અને પશુપાલકોને પશુઓ માટે અધ્યતન સારવાર મળી રહે તે માટે વેટરનરી પોલીકલીનીક સુવિધા ઉપલબ્ધ થશે

ધારાસભ્યની સતવારા વાડી વિસ્તાર લોક સંપર્ક દરમિયાન આ બાબતે રજૂઆત થતા ગાંધીનગર સચિવાલય કક્ષાએ વેટરનરી ડાયરેક્ટર તેમજ માર્ગ મકાન વિભાગના ઈજનેરોને વિગતે રજૂઆત કરીને તાકીદે કામ ચાલુ થાય તેવો આગ્રહ કર્યો હતો

        લાંબા સમયથી મોરબીને આધુનિક હાઈટેક વેટરનરી પોલીકલીનીકની જીલ્લા કક્ષાની સુવિધાની માંગણી હતી તે સંતોષાશે સાથે બે કરોડની ફાળવણી અપૂરતી હોય વધુ બે કરોડ રૂપિયા પણ બજેટ જોગવાઈ મુજબ ફાળવી દેવા જોઇયે તેવી માંગ કરીને ધારાસભ્યે જણાવ્યું છે કે જયારે જમીન સંપાદન થઇ છે અને અન્ય કોઈ અડચણ નથી

ત્યારે ચાર કરોડની ગ્રાન્ટ ફાળવીને કામ તાકીદે શરુ થાય t જરૂરી છે પશુ ચિકિત્સા સહાય સુધારણા હેઠળ મોરબી ખાતે વેટરનરી પોલીક્લીનીકના નવીન મકાન બાંધકામની આનુશંગીક કામગીરી સત્વરે હાથ ધરાશે તે ઉપરાંત માળિયાના નાની બરાર સરકારી હાઈસ્કૂલના નવા મકાન માટે બજેટમાં ફાળવણી કરાવીને કામ ચાલુ થાય તે માટે ધારાસભ્ય પ્રયત્નશીલ છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat