Billboard ad 1150*250

ભરતનગર આરોગ્ય કેન્દ્રમાં કમ્પાઉન્ડ વોલ અંગે ધારાસભ્યે રજૂઆત કરી

0 37
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

ધારાસભ્યે આરોગ્ય કમિશ્નરને પત્ર પાઠવ્યો

        મોરબીના ભરતનગર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કમ્પાઉન્ડ વોલની જરૂરિયાત હોય જેથી આ અંગે ધારાસભ્યે આરોગ્ય કમિશ્નરને પત્ર પાઠવી રજૂઆત કરી છે

        મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ મોરબી તાલુકાના ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હોય ત્યારે નેશનલ હાઈવેને અડીને આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનને કમ્પાઉન્ડ વોલથી સુરક્ષિત કરવાની જરૂરિયાત ધ્યાને આવી હતી જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કરી સકાય અને સ્વચ્છતા જળવાય રહે ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો રાષ્ટ્રીય કક્ષાએ NQAS માં નામાંકન થયું છે અને ગાંધીનગર કમિશ્નર કચેરીમાંથી મોનીટરીંગ અને ઈવેલ્યુએશનની ટીમ આરોગ્ય કેન્દ્રની મુલાકાતે આવેલી ત્યારે પણ કમ્પાઉન્ડ વોલની જરૂરિયાત જણાઈ હતી જેથી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના આરોગ્ય કમિશ્નરને તાકીદે પત્ર પાઠવી ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કમ્પાઉન્ડ વોલ બાંધવા રાજકોટ પીઆઈયુના સંબંધિતોને સુચના આપવામાં આવે તેવી માંગ કરી છે

Comments
Loading...
Share This
WhatsApp chat