Billboard ad 1150*250

ગુજરાત વિધાનસભામાં સિંચાઈ-પાકવીમો અને અતિવૃષ્ટિના પ્રશ્નો ધારાસભ્યએ ઉઠાવ્યા

0 104
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ગુજરાત વિધાનસભામાં જુદા જુદા વિભાગની કામગીરી અને પ્રશ્નોમાં મોરબી-માળિયાને સ્પર્શતા પાકવીમો, ખેડૂતોને અતિવૃષ્ટિથી પાકમાં થયેલ નુકશાનીનું વળતર તેમજ મચ્છુ ૨ સિંચાઈ કેનાલનું લાઈનીંગનું અધૂરું કામ તાકીદે પૂરું કરવા સહિતના પ્રશ્નો ધારાસભ્યએ ઉઠાવ્યા હતા

Post ad 3

        મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વધુમાં સૌરાષ્ટ્રના સિંચાઈના ડેમો નર્મદાના નીરથી ભરવાની યોજનામાં મોરબીનો મચ્છુ ૨ ડેમ મધર ડેમ તરીકે જાહેર થયેલો હોય કાયમી ધોરણે આ મચ્છુ ડેમમાં પાણી રહે તેમ કરાવી મોરબી માળિયાના ૫૦ જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈની સવલત આપવાનું આયોજન કરવા

તેમજ ઝીકીયારીનો ધોડાધ્રોઈ ડેમ કાયમી ભરવા, ભૂકંપ વખતે અલગ વસવાટ પામેલા મોરબી-માળિયાના ગામો જેવા કે કેશવનગર, ન્યુ નવલખી વગેરે ગામોને સનદ આપવા, મોરબી-માળિયા તાલુકામાં ૬૦ કેવી ના સબ સ્ટેશનો બાબતે તેમજ પીપળીયા ચાર રસ્તાના ઓદ્યોગિક ઝોન વિસ્તારમાં વીજ પુરવઠા અંગે, મોરબી તાલુકામાં બાળકોની આંગણવાડીઓ માટે પાકા મકાનની ૬૫ આંગણવાડી કેન્દ્રોના મકાનો બાંધવા રજુઆતો કરી હતી

        મોરબી-માળિયા તાલુકાના ખેડૂતોના પાક વિમાની ચુકવણીના મુદે તાકીદે વીમા કંપનીઓ વીમો ચુકવે, તે માટે તાકીદ કરી હતી ખેડૂતોને પિયત અને બિનપિયત કપાસ, દિવેલા, તલ, મગફળી, બાજરી, એરંડાના પાક્વીમાં જે ખેડૂતોએ પ્રીમીયમ ભર્યું હોય તેને તાકીદે પાક વીમાનું ચુકવણું થાય તે જરૂરી છે તેમજ જર્જરિત પાણી પુરવઠાની પાઈપલાઈન, સંપ, ગાળાની તથા પીપળીયા ચાર રસ્તાની ઓવરહેડ ટેંકનું નવીનીકરણ કરવા તેમજ મોરબી તાલુકાના ૫૭ અને માળિયા તાલુકાના ૪૭ ગામોને યોજના હેઠળ પુરતું અને સમયસર પાણી મળી રહે તેવી માંગ કરી હતી  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat