મોરબીના સિરામિક એકમોને નવા ગેસ કનેક્શન આપવામાં ધાંધિયાથી નારાજગી

0 43
Above Post Content

મોરબીમાં વિકસેલો સિરામિક ઉદ્યોગ ગુજરાત ગેસ કંપનીનો સૌથી મોટો ગ્રાહક છે જે દરરોજ લાખો કયુસેક મીટર અને કરોડોના ગેસનો વપરાશ કરે છે છતાં ગેસ કંપની નવા કનેકશનો આપવામાં ઠાગાઠૈયા કરે છે જેથી ઉદ્યોગકારોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે

મોરબીના ઉધોગકારો દ્વારા કનેકશન લેવા માટેની બધી પ્રોસેશ કરીને ડીપોઝીટ ભર્યા પછી પણ સૌથી વધુ કમાઇ દેતા સિરામીક ઉધોગ માટે ગેસ કનેકશન માટે ગુજરાત ગેસના અધિકારીઓ દ્વારા દર વખતે તહેવાર હોવાના બહાના બનાવવામાં આવે છે અને સ્ટાફ નથી તેમ કહીને કનેકશન દેતા પહેલા જ માનસીક ત્રાસ આપે છે ત્યારે ગુજરાત બહારના રાજય ઉધોગ માટે પ્રખ્યાત હોય ત્યારે આવા અધિકારીઓના કારણે સરકારની છાપ ખરડાઇ છે જેથી આવા અધિકારીઓ સામે સરકાર યોગ્ય પગલા ભરે તેવી માંગ કરવામાં આવી છે મોરબી સિરામિક એસોએ માગણી કરી છે કે આ બાબતને ગંભીરતાથી લઇ ગુજરાત સરકાર દ્વારા ગેસ કંપનીના અધીકારીઓને સુચના આપીને યોગ્ય ઘટતુ કરે અને ઉધોગોને બચાવે.

Middle Post Content

ગેસના ભાવો ઘટાડવાની માંગ અંગે ગંભીર વિચારણા જરૂરી

મોરબી સિરામિક એસો પ્રમુખે વધુમાં જણાવ્યું છે કે તાજેતરમા ગેસના ભાવ વધ્યા ત્યારે પણ ક્રુડ અને ડોલર વધતા ભાવ વધ્યા હતા અત્યારે પાછા બંન્નેમા ભાવ ઘટતા આજ સુધી ગેસ કંપની દ્વારા ભાવ ઘટાડવા માટે કંઇ પગલા ભર્યા નથી ત્યારે આ બંને બાબતોને ગેસ કંપની તેમજ સરકાર દ્વારા ગંભીર વિચારણા કરીને યોગ્ય કરવામાં આવે તેવી માંગ મોરબી સિરામીક એશોસીએસન દ્વારા કરવામાં આવી છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat