મોરબી : બાઈક ચોરીની એક માસ બાદ ફરિયાદ નોંધાઈ, આરોપી ચાર કલાકમાં ઝડપાઈ પણ ગયો !

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં એક માસ પૂર્વે મોટરસાયકલ ચોરી થયું હોય જે બનાવની પોલીસે હવે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને આરોપીને ઝડપી લેવાયો છે

મોરબીના કંડલા બાયપાસ રોડ મચ્છુનગર સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ રમેશભાઈ વ્યાસ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગટ્ટ અ. ૧૯-૦૧-૨૧ ના રોજ સવારથી સાંજ દરમીયાન લાતીપ્લોટ શેરી નં ૦૪ માં આવેલ ચંદ્રમોલી પ્લાસ્ટિક કારખાના બહાર રાખેલ તેનું બાઈક જીજે ૧૦ એડી ૪૨૨૦ કીમત રૂ ૧૩ હજાર વાળું અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હોવાની ફરીયાદ નોંધાવી હતી જે બનાવની એક માસ બાદ ફરિયાદ નોંધી હતી અને આરોપી અજય ભાવેશ દેગામાં (ઉ.વ.૨૦) રહે શોભેશ્વર રોડ વાળા શખ્શને ઝડપી લેવાયો છે

Comments
Loading...
WhatsApp chat