મોરબી એ ડીવીઝનના પોલીસજવાન નિર્મળસિંહ જાડેજાને ઈ કોપ ઓફ ઘ મંથ એવોર્ડ એનાયત

વાહનચોરી, અકસ્માત સહિતના ગુન્હાઓનો ભેદના ઉકેલ માટે પોકેટ એપનો ઉપયોગ કરી મોરબી એ ડિવિઝન પોલીસ મથક પોલીસ જવાન નિર્મળસિંહ જાડેજાની રાજ્યના ગૃહ વિભાગે કામગીરી બિરદાવી ઈ કોપ ઓફ ધ મંથનો એવોર્ડ અર્પણ કર્યો છે.

મળતી વિગત મુજબ મોરબીસીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા નિર્મળસિંહ રામસિંહ જાડેજાએપોતાની ફરજ દરમિયાન વાહનચોરી અને અકસ્માત કરી નાસી ગયેલ વાહનચાલક સહિતના ગુન્હામાંઈ કોપ ગુજરાત પોલીસ પોકેટ એપનો ઉપયોગ કરી શ્રેષ્ઠ  ડીટેક્શન કામગીરી કરતા રાજ્યના ગૃહવિભાગે નોંધ લીધી હતી અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાના હસ્તે ઈકોપ ઓફ ધ મંથનો એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat