Billboard ad 1150*250

મોરબી નગરપાલિકા કચેરીએ બેસણું યોજી “આપ” નેતાઓનો વિરોધ

0 72
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

અગાઉ તંત્રને આવેદન છતાં નીમ્ભર તંત્રએ

ના દાખવી ગંભીરતા, કરાયો નવતર વિરોધ

        મોરબી નગરપાલિકા તંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યું છે તો વિવિધ પ્રશ્નો અંગે અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા પાલિકાને કરેલી રજૂઆત બાદ પણ નીમ્ભર તંત્રના પેટનું પાણી હલ્યું ના હોય જેથી આજે આપ નેતાઓએ પાલિકા કચેરીએ બેસણું યોજી નવતર પ્રયોગ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો

        મોરબી શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ પરેશભાઈ પારીઆની આગેવાની હેઠળ આજે પાર્ટીના આગેવાનોએ પાલિકા કચેરીએ બેસણું યોજી પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ તંત્રને સદબુદ્ધિ મળે તે માટે મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી દ્વારા કાયમી ચીફ ઓફિસર, વિવિધ પ્રાથમિક પ્રશ્નો અંગે તંત્રને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને તાકીદે પ્રજાહિતના પ્રશ્નો ઉકેલવાની માંગ કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતા આજે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ હજુ પણ નીમ્ભર તંત્રની આંખ નહિ ખુલે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા રાહે આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat