Billboard ad 1150*250

મોરબી જાગૃત મતદાર મંચ દ્વારા શહેરના ૧૩ વોર્ડમાં લોકશાહી બચાવો પદયાત્રા યોજાશે

0 330
Post ad 1

મોરબી જાગૃત મતદાર મંચ દ્વારા મોરબી શહેરના તમામ વોર્ડની અંદર આગામી દિવસોમાં લોકશાહી બચાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પદયાત્રા ૨૬ દિવસ સુધી શહેરના જુદા જુદા વોર્ડમાં ફરવાની છે

આગામી સમયમાં રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે મોરબી પાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની છે તે પહેલા મતદારોને જાગૃત કરવા માટે થઈને મોરબી જાગૃત મતદાર મંચ દ્વારા આગામી દિવસોમાં મોરબીની અંદર લોકશાહી બચાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

Post ad 3

જેની માહિતી આપતા મનોજભાઇ પનારાએ જણાવ્યુ છે કે ગુરુપુર્ણિમા તા ૫/૭ના રોજથી પદયાત્રા શરૂ કરવામાં આવશે અને ૧૩ વોર્ડમાં ૨૬ દિવસ સુધી પદયાત્રા ફરશે જેમા મતદારોને જાગૃત કરવામાં આવશે

Comments
Loading...
Share This
WhatsApp chat