Billboard ad 1150*250

મોરબી : સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિતે યુવા દોડ યોજાઈ

0 104
Post ad 1


આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિતે મોરબીમાં યુવા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદીજુદી શાળા અને કોલેજના એક હાજર કરતા વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા અને આ યુવા દોડનું પ્રસ્થાન મોરબી જીલ્લા પોલીસના વડા ડો.કરનરાજ વાઘેલાએ કરાવ્યું હતું  

Post ad 2

યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત અને રોલ મોડલ એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિતે ગામોગામ યુવાનો દ્વારા જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે મોરબીમાં આજે સ્વામી વિવેકાનંદ કેન્દ્ર દ્વારા શહેરના નહેરૂ ગેઇટ ચોકથી દરબાર ગઢ પાસે આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સુધીની યુવા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદીજુદી શાળા અને કોલેજના એક હાજર કરતા વધારે વિદ્યાર્થીઓ જોડાય હતા તે ઉપરાંત એક્સ આર્મીમેન પણ આ યુવા દોડમાં જોડાયા હતા આ યુવા દોડનું પ્રસ્થાન મોરબી જીલ્લા પોલીસના વડા ડો.કરનરાજ વાઘેલાએ કરાવ્યું હતું ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમના વિદ્યાર્થીઓ દ્વારા નારા લગાવવામાં આવ્યા હતા અને યુવા દોડ પૂરી કરવામાં આવી ત્યારે ત્યાં યુવાનોએ સ્વામીજીના જીવનમાંથી બોધ લઈને પોતાના જીવનને રાષ્ટ્ર માટે સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો હતો આ યુવા દોડને સફળ બનાવવા માટે સ્વામી વિવેકાનંદ કેન્દ્ર મોરબીના અનિલભાઈ મહેતા, રવીન્દ્રભાઈ ભટ્ટ, હર્ષદભાઈ ગામી સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat