Billboard ad 1150*250

મોરબી : ભાજપ-કોંગ્રેસે મતદારો-કાર્યકરોનો આભાર માન્યો, જાણો મોહનભાઈ કુંડારિયાએ શું કહ્યું, Video

0 188
Post ad 1

        સમગ્ર ગુજરાતમાં ગઈકાલે ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ છે અને મતદારોએ આકરી ગરમીમાં પણ ઉત્સાહપૂર્ણ રીતે મતદાન કર્યું છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે લોકોએ મતદાનને ઉત્સવની જેમ ઉજવીને ૪૩ ડીગ્રી આકરી ગરમીમાં મતદાન કર્યું છે મતદારોએ ફરીથી નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા રાષ્ટ્રહિતમાં મતદાન કર્યું છે તેમને ગત વખત કરતા વધુ લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાથે જ મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે તે ઉપરાંત પાંચ વર્ષમાં કરેલા પ્રજાહિતના કાર્યોને વેગ આપીને વધુ સારા કાર્યો કરશે તેવી ખાતરી આપી છે

        તે ઉપરાંત કચ્છ લોકસભાની ચૂંટણીમાં 65, મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારમાં સમગ્ર ચૂંટણી પ્રચાર પ્રક્રિયા દરમિયાન નરેન્દ્રભાઈ મોદીને પૂનઃ વડાપ્રધાનપદે આરૂઢ કરવા અને ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને પૂનઃ સાંસદ તરીકે જંગી બહુમતીથી વિજયી બનાવવા ભાજપના કર્મઠ કાર્યકર્તાઓએ જે જબરદસ્ત મહેનત કરી છે તે અત્યંત પ્રશંસાને પાત્ર છે,

Post ad 2

દેવ દુર્લભ એવી કાર્યકર્તાઓની ટીમે મોરબી શહેરમાં જોરદાર રોડ શો, પ્રત્યેક વૉર્ડમાં ધમધમતા કાર્યાલય, મતદારોનો સંપર્ક તથા ગ્રામ્ય વિસ્તારમાં ઝંઝાવાતી પ્રવાસ તથા ખૂબ સફળ એવા ક્લસ્ટર સંમેલન સાથે સાથે મતદાર સંપર્ક કર્યો છે એ માટે ઉપરાંત સમગ્ર વિસ્તારમાં ધોમધખતા તાપમાં તકલીફ વેઠીને અંદાજે 64 % જેવું ધીંગુ મતદાન કરાવવા બદલ  કાંતિભાઈ અમૃતિયા તમામ આગેવાનો અને કાર્યકર્તા ભાઈઓ બહેનોનો અંતરમનથી આભાર માને છે  

        તો ભાજપના આગેવાનો ઉપરાંત મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ પણ આભાર વ્યક્ત કર્યો હતો ધોમ તાપમાં મતદારોએ ઉત્સાહપૂર્ણ રીતે મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બનવા બદલ તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ ચુંટણી દરમિયાન કામગીરી કરનાર તમામ કાર્યકરોનો પણ આભાર વ્યક્ત કર્યો છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat