Billboard ad 1150*250

મોરબી : નીમ્ભર તંત્રને ગાલ પર તમાચો, ટ્રાફિક જવાન જાતે બુરે છે રોડ પરના ખાડા !

0 37
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

 મોરબીના ટ્રાફિક જવાનની ઉમદા કામગીરી, જાતે રોડ પરના ખાડા બુરે છે

Post ad 3

નીમ્ભર તંત્રને હવે શરમ આવશે ખરી, નાગરિકોમાં ચર્ચા

        મોરબી જીલ્લાની પોલીસ તેની ઉમદા કામગીરી અને માનવતાવાદી અભિગમ માટે જાણીતી છે પુર હોનારતમાં જીવના જોખમે બાળકોના રેક્સ્યું કરવા જેવા કિસ્સા તાજા છે તો મોરબીના તૂટેલા રોડ રસ્તાઓના ખાડા જાતે બુરીને મોરબીના ટ્રાફિક જવાને તંત્રને તેની ફરજનું ભાન કરાવ્યું છે

        મોરબી ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ દેવજીભાઈ પટેલ હાલ રવાપર ચોકડી ખાતે પોતાની ફરજ બજાવે છે જોકે ગત માસે મોરબીમાં પડેલા ભારે વરસાદને પગલે રોડ રસ્તાઓ તૂટી ગયા હોય અને ઠેર ઠેર ગાબડા જોવા મળે છે ત્યારે દેવજીભાઈ પટેલ જાતે રોડ પરના ખાડા બુરવાનું કાર્ય કરી રહ્યા છે ખાડા બુરવા તેઓ રેતી અને કપચીની મદદથી ખાડા બુરે છે સતત ટ્રાફિકવાળા પોઈન્ટ પર તૈનાતી છતાં ડ્યુટી સાથે તેઓ નવરાશની પળોમાં આ ઉમદા કામગીરી પણ કરી રહ્યા છે ભારે વરસાદમાં શહેરના મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ઠેર ઠેર ગાબડા રાજ છે ત્યારે નીમ્ભર તંત્રને તો શરમ આવતી નથી ત્યારે ટ્રાફિક જવાન જાતે રોડ પરના ખાડા બુરી વાહનચાલકોની સમસ્યાને હળવી કરવા પ્રયાસ કરી રહ્યા છે તો નીમ્ભર તંત્ર હવે જાગશે કે નહિ તેવા સવાલો પણ નાગરિકોમાં ચર્ચાય રહ્યા છે 

Comments
Loading...
Share This
WhatsApp chat