Billboard ad 1150*250

મોરબીના ઉદ્યોગપતિની મહેનત રંગ લાવી, “રણ સરોવર” પ્રોજેક્ટ પર સરકાર સક્રિય

0 80
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ દ્વારા રણ સરોવર પ્રોજેક્ટ માટે કરેલ અથાગ પ્રયત્નો અને રીસર્ચની મહેનત રંગ લાવી છે અને રણ સરોવર પ્રોજેક્ટ સરકાર સુધી પહોંચ્યા બાદ સરકાર પણ આ મામલે સક્રિય જોવા મળે છે અને જલ્દીથી ગુજરાતને સારા સમાચાર મળે તેવી સંભાવના સેવાઈ રહી છે

“રણ સરોવર”  પ્રોજેક્ટના અમલીકરણ માટે સરકાર ખૂબ જ સક્રિય બનેલ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી સાથે મીટીંગ થયા બાદ “જલ શક્તિ” મિનિસ્ટ્રીના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સાથે ઓરેવા ગ્રુપના અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલને “રણ સરોવર” પર વિસ્તૃત ચર્ચા કરવા માટે દિલ્હી બોલાવેલ અને રણ સરોવરના દરેક મુદ્દા પર લંબાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી છે

પેપર વર્ક સ્ટડી અને રિસર્ચ પૂર્ણ થયા બાદ ઝડપથી ગુજરાતને સારા સમાચાર મળે તેવી આશા સેવાઈ રહી છે આજ રીતે શિપિંગ વિભાગના એક્ટિવ મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયાએ પણ આ પ્રોજેક્ટ પર જયસુખભાઈ સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરેલ છે એક નર્મદા ડેમ થી ગુજરાતને કેટલા ફાયદાઓ થયા છે તે ગુજરાતનો દરેક વ્યક્તિ જાણે છે “રણ સરોવર” રૂપી બીજો નર્મદાડેમ થશે તો ગુજરાત અને દરેક ગુજરાતીઓ માટે ગર્વની વાત થશે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat