Billboard ad 1150*250

મોરબી : લક્ષ્મીજી અવતરણની ઉજવણી, ચલણી નોટોની પથારી તૈયાર કરી

0 133
Post ad 1

       ભારત દેશમાં દિવસેને દિવસે દીકરાઓની સાપેક્ષમાં દીકરીઓનું પ્રમાણ ઘટતું જાય છે.  પહેલા ના જમાનામાં છોકરીઓ ને દૂધ પિતી કરવાનો “કુ” રિવાજ હતો આજે  એકવીસમી સદીના આધુનિક યુગમાં દીકરીના જન્મ પહેલાં જ અબોર્સંન કરાવી નાખવામાં આવે છે ત્યારે મોરબીના બાવાજી પરિવારે લક્ષ્મીજીના જન્મના વધામણા એવા અનોખી રીતે કર્યા કે સૌ કોઈ આવકારી રહ્યું છે

Post ad 2

        દીકરીને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે આમ છતાં દીકરી વ્હાલનો દરિયો કહેવાય છે. વચ્ચે થોડો સમય એવો પણ હતો કે દીકરાની લાલસમાં દીકરીને માતાની કૂખમાં મારવામાં આવે છે પણ હાલમાં દીકરીને પરિવાર વધાવી રહ્યા છે પોતાના પરિવાર માં લક્ષ્મી ના આગમન ને સમજી રહ્યા છે મોરબી નજીકના જાંબુડિયા ગામના રહેવાસી હરેશભાઈ રામાનુજ અને ડિમ્પલબેનના ઘરે દીકરીનો જન્મ થતાંની સાથે જ પચાસની નોટથી લઇ બે હજાર સુધી ની નોટોની પથારી બનાવીને લક્ષ્મીજને સુવડાવીને ઘરે સ્વાગત કરવામાં આવ્યું હતું હરેશ ભાઈ અને ડિમ્પલ બેન ના જણાવ્યા મુજબ તે દીકરીનો જન્મ થતાં ખૂબ જ ખુશ થયા હતા માટે અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat