મોરબી : પેટાચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની કવાયત, જાણો કોણ કોણ છે દાવેદાર….

        મોરબીમાં પેટા ચુંટણીના પડઘમ વાગી ગયા છે અને ભાજપ-કોંગ્રેસ બંને મુખ્ય પક્ષો તેના ઉમેદવાર નક્કી કરવાથી લઈને કાર્યકરોને ચુંટણી માટે સજ્જ કરવા મીટીંગોનો દોર ચાલી રહ્યો છે ભાજપના અને કોંગ્રેસના આગેવાનો મોરબીની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કોરોના કાળ વચ્ચે પેટા ચુંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે જેમાં આજે મોરબીના સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસના નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો તો સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા મીટીંગમાં પેટા ચુંટણીમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારના નામ વિષે ચર્ચા કરવામાં આવી હતી  

        બ્રિજેશભાઈ મેરજાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ વિધિવત ભાજપમાં તેઓ જોડાયા છે અને ભાજપના નેતાઓએ મીટીંગ યોજી હતી જેમાં બ્રિજેશ મેરજાના નામ પર મહોર લગાવી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ આજે કોંગ્રેસના અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયા, ધારાસભ્ય લલિત વસોયા અને વિક્રમ માડમ સહિતના નેતાઓ મોરબી પધાર્યા હતા પેટા ચુંટણીની મોરબી બેઠકની જવાબદારી પક્ષે અર્જુનભાઈને સોપી હોય જેથી ઉમેદવારના નામોની ચર્ચા ઉપરાંત પેટા ચુંટણીમાં રણનીતિને લઈને ચર્ચા પણ કરવામાં આવી હતી મોરબી આવેલા ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ પક્ષ પલટો કરનાર બ્રિજેશભાઈ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેને પ્રજા દ્રોહ કર્યાનું જણાવ્યું હતું તો વિક્રમભાઈ માડમે પણ મતદારોને ભરોસો રાખવા જણાવ્યું હતું તેમજ આ વખતે પક્ષ એવા મજબુત ઉમેદવારને ઉભો રાખશે જે પ્રજાના પ્રશ્નોને વાચા આપશે અને પક્ષને પણ વફાદાર હશે આમ મોરબી પધારેલા કોંગ્રેસના ત્રણેય દિગ્ગજ નેતાઓએ પક્ષ પલટો કરનાર બ્રિજેશભાઈ મેરજા પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપને પણ આડેહાથ લીધી હતી

પેટા ચુંટણીમાં કોગ્રેસ પક્ષમાં કોણ કરી સકે છે દાવેદારી ?

        પેટા ચુંટણીમાં મોરબી બેઠક પરથી કોંગ્રેસની દવેદારીની વાત કરીએ તો મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જયંતીભાઈ પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગામી, પાસ અગ્રણી મનોજભાઈ પનારા અને કે ડી બાવરવા સહિતના આગેવાનો દાવેદારી કરી સકે છે તેવી માહિતી પણ સુત્રોમાંથી મળી છે તો મોરબી પેટા ચુંટણીનો જંગ રસપ્રદ બની રહેવાનો છે અને મોરબીમાં ફરીથી પાટીદાર વિરુદ્ધ પાટીદાર ઉમેદવાર વચ્ચે જંગ જામી સકે છે  

Comments
Loading...
WhatsApp chat