મોરબી દશનામ ગોસ્વામી સમાજના સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી સંપન્ન

સાત નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા

રક્તદાન કેમ્પમાં ૪૦ બોટલ એકત્ર કરાઈ

        મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા જયારે સમૂહ લગ્ન સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૦ બોટલ એકત્ર કરવામાં આવી છે

        દશનામ ગોસ્વામી યુવક મંડળ મોરબી દ્વારા ગોસ્વામી સમાજના સમૂહ લગ્નનું આયોજન રામધન આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું જે સમૂહ લગ્ન સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં સમાજના યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું

        સમૂહ લગ્નમાં જોડાનાર નવદંપતીઓને આશીવચન પાઠવવા માટે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, મનસુખપૂરી ગોસ્વામી, ડો મનીષગીરી ગોસ્વામી, મહેન્દ્રગીરી ગોસ્વામી, દિનેશગીરી હીરાગીરી, ગુલાબગીરી ગોસ્વામી, ધર્મેન્દ્રગીરી ગોસ્વામી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

        સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ ગોસ્વામી સમાજના દીકરા અને દીકરીઓને વ્યસન, ફેશન ત્યજી દેવાની સોનેરી સલાહ આપી હતી સાથે જ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની અપીલ કરી હતી તે ઉપરાંત મોરબીમાં સમાજના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય બનાવવા પર મહાનુભાવોએ ભાર મુક્યો હતો

Comments
Loading...
WhatsApp chat