Billboard ad 1150*250

મોરબી : કપાસના ટેકાના ભાવ અને ખરીદીની તારીખ જાહેર કરો, મુખ્યમંત્રીને પત્ર

ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે પત્ર લખી માંગ કરી

0 471

કપાસની સીઝન શરુ થઇ ચુકી છે ત્યારે કપાસના ટેકાના ભાવ અને ખરીદીની તારીખ જાહેર કરવામાં આવે તેવી માંગ ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કરવામાં આવી છે

ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમ વામજાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે રાજ્યમાં સફેદ સોના બરાબર કપાસની સીઝન શરુ થઇ ચુકી છે ત્યારે કપાસના ટેકાના ભાવ જાહેર કરવામાં આવે અને ટેકાના ભાવે ખરીદીની તારીખ જાહેર કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે

ગુજરાતના ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલ કપાસ પાણીના ભાવે આપવો ના પડે અને ખેડૂતોને યોગ્ય મહેનતાણું મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરાય તે જરૂરી છે તેમજ મગફળીનું ટેકાના ભાવે ખરીદીનું સૌથી વધુ રજીસ્ટ્રેશન ટંકારામાં છે જેથી ખરીદ કેન્દ્ર ફાળવવું જરૂરી છે સાથે જ કપાસના પણ ખેડૂતોને પૂરતા ભાવ મળે તેવો ખેડૂત હિતમાં નિર્ણય લેવા માંગ કરી છે

Vinayak Honda Morbi festive Offer
Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat