મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કચેરી બની ડીજીટલ, સીસીટીવી કેમેરાથી સજ્જ કરાઈ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સરકારની તમામ કચેરીઓ સીસીટીવી ટેક્નોલોજીથી સજ્જ થઇ રહી છે ત્યારે મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પણ સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરવામાં આવી છે. સાંપ્રત સમય વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસનો યુગ છે.

ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) વિશ્વમાં અને સમાજમાં આવતા પરિવર્તનોને આકાર આપવાનું કાર્ય કરે છે. તે સમજ સાથે ડીઝીટલ ઈન્ડીયાના સપનાને સાકાર કરવા તરફ દરેક સરકારી વિભાગ પ્રયત્નશીલ બન્યા છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી પણ તેમાથી બાકાત ન રહેતા સીસીટીવી કેમેરાથી સજ્જ બની છે.

          જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના બિલ્ડીંગને સીસીટીવી કેમેરાની સુવિધાથી સજ્જ કરવા માળીયા(મી.) તાલુકાના જોષી પ્રાઈવેટ હાઈસ્કુલ ટ્રસ્ટના સહયોગ પ્રાપ્ત થયો છે.

આ તકે જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીએ સીસીટીવી કેમેરા સહિતની અન્ય સુવિધાઓમાં સહયોગી થનાર જોષી પ્રાઈવેટ હાઈસ્કુલ ટ્રસ્ટને પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમના સહયોગને બિરદાવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat