મોરબી જિલ્‍લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews 

મોરબી જિલ્‍લા કલેકટર આર.જે માકડીયાના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્‍ય બ્રીજેશભાઇ મેરજાએ કેનાલ રોડ આવેલ રહેણાંક વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા અને ભૂગર્ભ ગરટની સુવિધા મળી રહે તે માટે રજુઆત કરવામાં આવી હતી.

        આ બેઠકમાં કલેકટરએ પદાધિકારીઓના પ્રશ્નોના જવાબો અધિકારીઓ દ્વારા સમયસર આપવામાં આવે તેવી સુચના આપી હતી. તેમજ મોરબી નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે સત્વરે કામગીરી કરવા માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકાને તાકીદ કરી હતી.

        આ બેઠકમાં ધારાસભ્ય લલીતભાઇ કગથરા,જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચિખલીયા, જિલ્‍લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, જિલ્‍લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, પ્રાંત અધિકારી ખાચર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગોહીલ સહિતના જિલ્‍લાના વરિષ્‍ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Comments
Loading...
WhatsApp chat