Billboard ad 1150*250

મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા એસપી કેમ રેલવે સ્ટેશન પહોંચ્યા, જાણો વિગતે

0 432
Above Post Content

રાજ્યમાં પરપ્રાંતીય પર હુમલાના બનાવો વચ્ચે પોલીસની ટિમો પરપ્રાંતીય શ્રમિકોની સુરક્ષા માટે સતત કાર્યરત છે અને પોલીસ પેટ્રોલિંગ તેમજ ફ્લેગ માર્ચ યોજી પરપ્રાંતીયો પરના હુમલા રોકવા પ્રયાસો કરી રહયા છે જેમાં આજે રેલવે સ્ટેશને કેટલાક પરિવારો જોવા મળતા તુરંત જિલ્લા કલેકટર અને જિલ્લા એસપી દોડી ગયા હતા

રાજ્યના વિવિધ સ્થળોએ પરપ્રાંતીયો પરના હુમલાને કારણે ભયભીત ઉત્તર ભારતીય લોકો પોતાના વતનમાં પરત ફરી રહયા છે તો બીજી તરફ રાજ્ય સરકારના આદેશ બાદ પોલીસની ટિમો પરપ્રાંતીય લોકોને હિઝરત કરતા રોકવા માટેની કવાયત વચ્ચે આજે મોરબીના રેલવે સ્ટેશન પર કેટલાક પરપ્રાંતીય પરિવારો હોવાની માહિતી મળી હતી જેને પગલે જિલ્લા કલેકટર આર.જે. માકડીયા અને જિલ્લા એસપી ડો કરનરાજ વાઘેલા સહિતના અધીકારીઓ દોડી ગયા હતા અને રેલવે સ્ટેશને ઉપસ્થિત પરિવારો સાથે વાતચીત કરી હતી

Middle Post Content

જેમાં આ શ્રમિક પરિવારો કોઈના ડરથી તો પોતાના વતનમાં પરત નથી જઈ રહ્યાને ત્યારે શ્રમિક પરિવારોએ એવું કોઈ કારણ નથી અને તહેવારોને લીધે વતનમાં જતા હોય તેવો પ્રત્યુત્તર મળ્યો હોવાનું જિલ્લા કલેકટર આર જે માકડીયાએ જણાવ્યું હતું જેથી તંત્ર અને પોલીસ પ્રશાસને પણ રાહતનો શ્વાસ લીધો હતો

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat