Billboard ad 1150*250

મોરબી જિલ્લામાં સવારે 8 થી સાંજે 4 સુધી પેટ્રોલપંપ ખુલ્લા રહેશે

0 223
Post ad 1

ફેડેરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન ગુજરાત ના તમામ ડીલર મિત્રો ને જણાવવાનું હાલ ગુજરાત રાજ્ય ના કોરોના વાઇરસ ને કારણે સમગ્ર ભારત માં સંપૂર્ણ લોકડાઉન ૨૧ દિવસ ની પરિસ્થિતિ હોય, ત્યારે પેટ્રોલ પમ્પ ના સમય માં ફેરફાર કરવો જરૂરી હોય ગુજરાત રાજ્યના ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ અને સેક્રેટરી સાથે ચર્ચા કર્યા બાદ નીચે મુજબનો નિર્ણય કર્યો છે. જે નિર્ણયને મોરબી જિલ્લાના પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિયેશન એ આવકાર્યો છે.

તારીખ ૨૬.૦૩.૨૦૨૦ ગુરુવાર થી સવારે 8.00 કલાક થી સાંજે 4.00 કલાક સુધીજ પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ તથા ડીઝલ તથા સીએનજી નુ વહેંચાણ પરિસ્થિતિ છે ત્યાં સુધી ચાલુ રહેશે .

વધુમાં જણાવવાનું કે

1- જરૂરિયાત મુજબનો પેટ્રોલ તથા ડીઝલનો સ્ટોક જાળવી રાખવાનો છે

2- પેટ્રોલ પમ્પ સેલ્સ મેનેજર તથા ફિલર મેન ની હાજરી ફરજિયાત રહેશે.

3 – પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર ના વાહનો તથા સરકારી કર્મચારી કે કચેરીના વાહનો માટે જરૂરિયાત મુજબ ચાલુ રહેશે

આ બાબત ની જાણ સમ્બધિત અધિકારી શ્રી તથા ત્રણેય ઓઇલ કમ્પની ને કરી આપેલ છે.

પ્રમુખશ્રી
હર્ષદ ભાઈ એમ કડીવાર
મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat