જૂની પેન્શન યોજના ફરી શરુ કરવા મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની લડત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

પ્રાથમિક શિક્ષક સંઘ ધરણા કરી વિરોધ દર્શાવશે

         અખિલ ભારતીય શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરુ કરવા અને અન્ય પ્રશ્નો સંદર્ભે તાલુકાકક્ષાથી રાષ્ટ્રીયકક્ષાએ ધરણા કાર્યક્રમ આપીને માંગો રજુ કરવામાં આવશે જેમાં મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પણ જોડાઈને ધરણા કરશે

        મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જીલ્લાના ઘટક સંઘ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા કાર્યક્રમ આપવામાં આવશે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના મુખ્ય પાંચ મુદા જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દુર કરી સાતમાં પગારપંચની સંપૂર્ણ અમલવારી તા. ૦૧-૦૧-૧૬ ની અસરથી સમગ્ર દેશના બધા શિક્ષકો માટે સમાન રૂપે લાગુ કરવી, દેશના બધા રાજ્યોના ફિક્સ પગારી, પેરા ટીચર્સ અને શિક્ષક સહાયકને હાનિકર્તા બાબતો દુર કરવી,

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકને હાનિકર્તા બાબતો દુર કરવી અને શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ શિક્ષક કોર્ષ માટેની પરીક્ષા વહેલા પૂર્વ આયોજન થાય તેમ કરવું આ તમામ માંગોને લઈને તા. ૩૦ ના રોજ જીલ્લાના પાંચેય તાલુકામાં ધરણા કાર્યક્રમ યોજાશે

Comments
Loading...
WhatsApp chat