Billboard ad 1150*250

આંતર જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં મોરબી જિલ્લાની બહેનોની ટીમ વિજેતા

0 35
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

હાલમાં જ નેશનલ સ્પોર્ટસ ડે નિમિત્તે યોજાયેલ જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ કબડ્ડી સ્પર્ધામાં મોરબી જિલ્લાની બહેનોની ટીમે ફાઇનલમાં તાપી જિલ્લાની ટીમને હરાવીને વિજેતા થયેલ છે.

રાજ્ય સરકાર ગત તા. ૨૯/૦૮/૨૦૧૯ ના નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણીના અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલિત આંતર જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ-૧ કબડ્ડી સ્પર્ધા અમદાવાદ ખાતે નરોડા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાની નવજીવન વિદ્યાલયના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધેલ હતો. જેમાં બહેનોની ટીમે ફાઈનલમાં તાપી જિલ્લાની ટીમને હરાવીને મોરબીની બહેનોની ટીમે વિજેતા જાહેર કરવામાં આવી હતી.

        ગુજરાત લેવલે મોરબી બહેનોની ટીમે જ્વલંત સફળતા મેળવવા બદલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ રવિ ચૌહાણને અને વિજેતા ટીમને ઠેર ઠેરથી અભિનંદન પાઠવી રહ્યા છે. આ કબડ્ડીની ટીમના કબડ્ડી કોચ વિજયભાઈ ચૌધરી અને નરશીભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ ટ્રેઇનીંગ લઇને સફળતા હાંસલ કરી હોવાનું જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબીની યાદીમાં જણાવાયું છે.

Comments
Loading...
Share This
WhatsApp chat