Billboard ad 1150*250

મોરબી : પાટીદાર સંસ્થાઓ દ્વારા દાતા પરિવાર અને ઘડિયા લગ્નના દંપતીઓનો સન્માન સમારોહ

0 114
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ઘડિયા લગ્નમાં જોડાયેલ દંપતીઓ અને દાતા ગોવિંદભાઈ વરમોરા પરિવારનો સન્માન સમારોહ 

Post ad 2
Post ad 3

        મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર એવા સન હાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરાને તેના સામાજિક કાર્યો માટે બિરદાવવા વિવિધ પાટીદાર સંસ્થાઓ દ્વારા સન્માન સમારોહ યોજાશે આ પ્રસંગે ઘડિયા લગ્નમાં જોડાયેલ દંપતીઓને પણ સન્માનિત કરાશે

        મોરબી જીલ્લામાં ઘડિયા લગ્નથી એક સામાજિક જીવનના પ્રતિક સમાન સમાજના રાહબર એવા ૧૧૫ જેટલા નવદંપતીઓને સન્માનિત કરવામાં આવશે તે ઉપરાંત દરેક પ્રસંગમાં અગ્રેસર દાતા બનીને સમાજ જીવનના પ્રસંગોને અમુલ્ય બનાવનાર પાટીદાર અગ્રણી અને સન હાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરાના પરિવારને પણ સન્માનિત કરવામાં આવશે

        પાટીદાર સમાજની સંસ્થાઓ માળિયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી, કન્યા કેળવણી મંડળ મોરબી, કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન જોધપર (નદી), ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મોરબી, ઉમિયા સમાધાન પંચ મોરબી, ઉમિયા લગ્ન મેરેજ બ્યુરો મોરબી, પાટીદાર સેવા સમાજ મોરબી, પાટીદાર કેળવણી ધામ મોરબી અને ઉમિયા ક્લાસ ફોરમ મોરબી સહિતની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાશે જેમાં દાતા પરિવારને સન્માનિત કરાશે સાથે જ નવદંપતીઓના પણ સન્માન કરાશે   

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat