મોરબી સિરામિક ઉધોગમાં આનંદો : એસો.ની ત્રણ માગો સ્વીકારતું ગુજરાત ગેસ

ભાવ ધટાડાની માંગ હજુ અધુરી

0 40
Above Post Content

ગુજરાત ગેસ કંપનીના મહત્વના ગણાતા એવા મોરબીના સિરામિક ઉદ્યોગને સતત થઈ રહેલા અન્યાય સામે એસોશિએશન દ્વારા ઉઠવાયેલ અવાજનું પરિણામ આવ્યું છે અને ગુજરાત ગેસ દ્વારા ઉદ્યોગકારોની ત્રણ માંગ સ્વીકારી લીધી છે અને હજુ એમ.જી.ઓનો મુદ્દો પણ આવનાર દિવસમાં ઉકેલાય જાય તેમ હોવાના સંકેતો મળી રહ્યા છે. તો કેટલાક મુદા હજુ બાકી હોવની પણ ઉદ્યોગકારો ફરિયાદ કરી રહ્યા છે

Middle Post Content

મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ મુકેશ ઉઘરેજા, કિરીટભાઈ પટેલ, કિશોરભાઈ ભાલોડિયા અને નિલેશભાઈ જેતપરિયાના જણાવ્યા મુજબ ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ સેલ્સ એગ્રીમેન્ટ માં રાહતો આપવા નિર્ણય કર્યો છે એસોશિએશન દ્વારા ગુજરાત ગેસ લિમિટેડને તારીખ ૮ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ પાઠવેલ પત્ર પાઠવી ઉદ્યોગોને પડતી મુશ્કેલી અંગે રજુઆત કરતા રજૂઆતોના અનુસંધાને ગુજરાત ગેસ લિમિટેડ ગેસ સેલ્સ એગ્રીમેન્ટમાં નીચે ત્રણ મુદાઓ પર રાહતો આપવાનું નક્કી કરેલ છે.જેમાં ગુજરાત ગેસ લિમિટેડ એગ્રીમેન્ટ કરેલી ક્મ્પીની ફાયદો થશે જેમાં દ્વારા ગેસ ની ગણતરી જે હાલમાં દૈનિક ધોરણે થાય છે તેને બદલે માસિક ધોરણે કરવામાં આવશે અને પ્લાન્ડ મેન્ટેનન્સની નોટિસનો સમયગાળો ત્રીસ દિવસથી ઘટાડી ને સાત દિવસનો કરવામાં આવશે. આ ઉપરાંત વિલંબિત ચુકવણી ઉપર લાગતા વ્યાજનો દર ૨૪% થી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવશે, ઉપરોક્ત રાહતો માટે ગુજરાત ગેસ લિમિટેડ દરેક ગ્રાહકોને અમેન્ડમેન્ટ એનીમેન્ટ મોકલશે અને તે અમેન્ડમેન્ટ એગ્રીમેન્ટ સહી થયા બાદ તારીખ ૧ નવેમ્બરથી ૨૦૧૮થી અમલમાં આવશે. જો કે, કોઈપણ અમેન્ડમેન્ટ એગ્રીમેન્ટમાં સહી નહિ કરે તો તેને આ લાભ મળશે નહિ જેની નોંધ લેવા કંપનીએ સ્પષ્ટતા કરી છે અને આ અંગેની ડેબિટ ક્રેડિટ ડિસેમ્બર મહિનામાં એડજસ્ટ થશે જેની પણ સ્પષ્ટતા કરી ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા રજુ કરેલ મુદાઓના સત્વરે નિકાલ માટે પ્રયત્નશીલ હોવાનું અંતમાં જણાવ્યું હતું.

તો ઉદ્યોગકારો મતે મોરબી નો સિરામિક ઉદ્યોગ હાલ મંદી માર સહન કરી રહ્યું છે અને ક્રુડ ના ભાવ ઓછા હોવાથી ગેસના ભાવ ઘટાડો કરવાની માગ કરવામાં આવી રહી છે તેમજ એમ.જી.ઓ. ત્રણ મહિના બદલે ૧ મહિનાના કરવામાં આવે તે પણ માગ એટલી જ મહત્વની છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat