મોરબી : નવા ટ્રાફિક નિયમના પ્રથમ દિવસે ૬૩,૯૦૦ નો દંડ વસુલાયો, એસપીએ કરી અપીલ, Video

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વિવિધ સ્થળે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ,

એસપીએ સહયોગ માટે કરી અપીલ

        કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કર્યા બાદ ગુજરાતમાં આજથી કાયદાની અમલવારી શરુ કરવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા વિવિધ સ્થળે ટ્રાફિક ડ્રાઈવ કરીને પ્રથમ દિવસે જ ૬૩,૯૦૦ નો સ્થળ દંડ વસુલવામાં આવ્યો હતો

        મોટર વાહન અધિનિયમ સુધારા જોગવાઈના અમલીકરણ આજથી શરુ કરવામાં આવ્યું હોય જેને પગલે મોરબી જીલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ વાહન ચેક્નીગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં મોરબી સીટી ટ્રાફિક શાખા તથા જીલ્લાના પોલીસ સ્ટેશનો દ્વારા ટ્રાફિકના ઉલ્લંઘન કરતા વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો અને પ્રથમ દિવસે જ ૬૩,૯૦૦ નો સ્થળ દંડ વસુલવામાં આવ્યો હતો

જીલ્લા એસપીએ કરી અપીલ

        ટ્રાફિકના નવા નિયમો અંગે જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે નવા ટ્રાફિક નિયમોને પગલે આજે તમામ પોલીસ મથકમાં ડ્રાઈવ યોજી પોલીસ જવાનો નિયમનું પાલન કરે તે માટે સુચના અને પ્રેરણા પૂરી પાડી હતી તેમજ નાગરિકોની સુખાકારી માટે ટ્રાફિક નિયમ હોય જેથી લોકો સહયોગ આપે તેવી અપીલ કરી હતી સાથે જ આવનાર દિવસોમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજી જનજાગૃતિ માટેના પ્રયાસ હાથ ધરાશે તેમ પણ જણાવ્યું હતું  

Comments
Loading...
WhatsApp chat